હોળીથી 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે, જેમાં શુભ અને માંગલિક કાર્યો વર્જીત માનવામાં આવે છે. સનાતન પરંપરામાં હોળાષ્ટકને અશુભ સમય માનવામાં આવે છે. માન્યતા મુજબ આ દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યોનું ફળ સારો મળતો નથી. તેથી હોળાષ્ટક દરમિયાન કેટલાક ખાસ કાર્યો કરવામાં આવતા નથી. આવો જાણીએ કે આ વર્ષે હોળાષ્ટક ક્યારથી શરૂ થઈ રહ્યો છે અને તેમાં કયા કાર્યો ન કરવા જોઈએ.

હોળાષ્ટક 2026 ક્યારથી શરૂ થશે?

હોળાષ્ટક હંમેશા ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી શરૂ થાય છે. હોળીથી ચોક્કસ 8 દિવસ પહેલાં હોળાષ્ટક લાગે છે. આ વર્ષે 3 માર્ચે હોળિકા દહન થશે અને 4 માર્ચે રંગવાળી હોળી રમાશે. એટલે કે આ વર્ષે 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થશે. આ 8 દિવસ દરમિયાન ઘરે કોઈ શુભ-માંગલિક કાર્ય કરવામાં આવતું નથી.

હોળાષ્ટકમાં શુભ કાર્ય કેમ નથી થતા?

માન્યતા છે કે ભક્ત પ્રહલાદને તેમના પિતા હિરણ્યકશ્યપે ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા માટે 8 દિવસ સુધી ભારે યાતનાઓ આપી હતી. છતાં પ્રહલાદે ક્યારેય પિતાની જિદ્દ આગળ ઝુક્યા નહોતા અને સતત ભગવાન વિષ્ણુની ઉપાસના કરતા રહ્યા. આ જોઈ હિરણ્યકશ્યપ અત્યંત ક્રોધિત થયો અને પોતાના પુત્રને નુકસાન પહોંચાડવાની યોજના બનાવી. તેણે પોતાની બહેન હોળિકા સાથે મળી પ્રહલાદને અગ્નિમાં બેસાડવાની સડયંત્ર રચ્યું. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોળિકા જ આગમાં ભસ્મ થઈ ગઈ અને ભક્ત પ્રહલાદને કોઈ નુકસાન થયું નહીં.

હોળાષ્ટકમાં ન કરવા જેવા 10 કામ

હોળાષ્ટક દરમિયાન સગાઈ, લગ્ન અથવા અન્ય માંગલિક કાર્યો ટાળવા જોઈએ.

આ સમયમાં વહુ-બેટીની વિદાય ન કરવી.

ગૃહપ્રવેશ, મકાન નિર્માણ અને ભૂમિપૂજન જેવા કાર્યો ટાળવા.

બાળકોનું મુંડન, નામકરણ અને કાનછિદ્ર સંસ્કાર ન કરવો.

કોઈ નવું કામ અથવા વ્યવસાય શરૂ ન કરવો.

સોનું, ચાંદી અથવા મિલ્કત જેવી કિંમતી વસ્તુઓની ખરીદી ન કરવી.

હોળાષ્ટક દરમિયાન હવન, યજ્ઞ જેવા ધાર્મિક અનુષ્ઠાનો પણ ટાળવા જોઈએ.

આ પણ વાંચો: Shani Budh Yuti 2026: મીન રાશિમાં શનિ-બુધની યુતિ, આ રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ 

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)