પરંતુ શું તમે જાણો છો કે રંગોનો આ તહેવાર માત્ર મોજ-મસ્તી અને વાનગીઓ સુધી સીમિત નથી? જ્યોતિષ અને શાસ્ત્રોમાં હોળીના દિવસે ‘સિદ્ધ કાળ’ માનવામાં આવે છે, એટલે કે એવું મહામુહૂર્ત, જ્યારે કરાયેલા નાના ઉપાયો પણ સુતેલી કિસ્મત જાગૃત કરી શકે છે અને જીવનની નકારાત્મકતાનું ‘દહન’ કરી શકે છે.
આ વર્ષે ધુળેટી 4 માર્ચે છે. જો તમે ઈચ્છો છો કે આ હોળી તમારા ઘરમાં ખુશીઓની વર્ષા લાવે, તો રંગોમાં રમતા પહેલા આ પરંપરાગત ઉપાયો જરૂર કરો.
1. મુખ્ય દ્વારનો ઉપાય
ઘરનું મુખ્ય દ્વાર એ સ્થાન છે જ્યાંથી લક્ષ્મી અને સૌભાગ્ય પ્રવેશ કરે છે. હોળીની સવારે સ્નાન કર્યા બાદ તાજા પાણીમાં હળદર અને ગંગાજળ મિશ્રિત કરી મુખ્ય દ્વાર પર છાંટણ કરો. દ્વારની બન્ને બાજુ સિંદૂરથી ‘ૐ’ અથવા ‘શ્રી’ લખો. આથી વાસ્તુ દોષ દૂર થાય છે અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ અટકે છે.
2. પિતૃ અને કુલદેવતાને વંદન
કોઈપણ તહેવારની શરૂઆત પોતાના કુળદેવતા અને પિતૃઓને યાદ કર્યા વિના અધૂરી છે. રંગ રમવા જતાં પહેલા કુલદેવતા અને પિતૃઓના નામે દીવો પ્રગટાવો.
ઉપાય: એક થાળીમાં ગુલાલ રાખો અને પહેલા તેને તમારા આરાધ્ય દેવના ચરણોમાં અર્પણ કરો. આથી કાર્યોમાં આવતી અડચણો દૂર થાય છે અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે.
3. ભસ્મનું સુરક્ષા કવચ
હોલિકા દહનની રાખ (ભસ્મ) શાસ્ત્રોમાં ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે.
ઉપાય: હોળી રમતા પહેલા હોલિકાની થોડી રાખ લઈને પોતાના અને પરિવારજનોના માથા પર તિલક કરો. માન્યતા મુજબ આ કવચની જેમ રક્ષણ આપે છે અને નજરદોષ તથા માનસિક તણાવથી બચાવે છે.
4. કાળા તલ અને મીઠાનો ઉપાય
જો ઘરમાં વારંવાર કલહ કે આરોગ્ય સમસ્યાઓ રહેતી હોય તો આ ઉપાય અસરકારક છે.
ઉપાય: હોળીની સવારે એક મુઠ્ઠી કાળા તલ અને થોડું સેંધા મીઠું લઈને આખા ઘરમાં ફેરવો, પછી તેને બહાર નિર્જન સ્થળે ફેંકી દો અથવા હોલિકાની અગ્નિમાં સમર્પિત કરો. આથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
5. દાન
હોળી પર દાનનું વિશેષ મહત્વ છે. પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદને ચોખા, ખાંડ અથવા દૂધ જેવા સફેદ પદાર્થોનું દાન કરો.
લાભ: આ ઉપાયથી શુક્ર અને ચંદ્ર મજબૂત બને છે, જેનાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે.
આ પણ વાંચો: Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણ પહેલા ઘરમાંથી દૂર કરીદો આ વસ્તુઓ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)