માન્યતા મુજબ હોલિકા દહનની રાત્રે કરવામાં આવેલા ખાસ ઉપાયો ભય, નકારાત્મકતા, કર્જ અને જીવનની અડચણોને દૂર કરવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. આ રાત્રે અગ્નિ તત્વ ખૂબ જ સક્રિય રહે છે, જેના કારણે નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.


નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે 

જો તમે આર્થિક સમસ્યાઓ અથવા કર્જથી પરેશાન હો, તો હોલિકા દહનની અગ્નિમાં એક સુકું નાળિયેર, થોડો ગોળ અને કાળા તલ અર્પણ કરો. એવું કરવાથી ધન સંબંધિત અડચણો દૂર થવા લાગે છે અને ધીમે ધીમે આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. ભય અને માનસિક તણાવથી મુક્તિ મેળવવા માટે અગ્નિની પરિક્રમા કરતી વખતે “ૐ નમઃ શિવાય” અથવા પોતાના ઇષ્ટ દેવના મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.

કપૂર અને ગુગળ રાખીને અગ્નિમાં સમર્પિત કરો

ઘરમાં સતત ઝઘડા, નકારાત્મકતા અથવા અશાંતિ રહેતી હોય તો ગોબરના ઉપલા (છાણા)માં લવિંગ, કપૂર અને ગુગળ રાખીને અગ્નિમાં સમર્પિત કરો. તેનાથી વાતાવરણ શુદ્ધ બને છે અને પરિવારમાં મીઠાશ વધે છે. નજરદોષ અથવા ખરાબ શક્તિઓથી બચવા માટે પરિવારના દરેક સભ્યના માથા પરથી સરસવ, મીઠું અને સુકા લાલ મરચા સાત વાર ઉતારીને અગ્નિમાં નાખો.

હોલિકાની રાખ બીજા દિવસે ઘરે લાવી તિલક કરવું પણ શુભ માનવામાં આવે 

સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન માટે હોલિકાની રાખ બીજા દિવસે ઘરે લાવી તિલક કરવું પણ શુભ માનવામાં આવે છે. તેને ઘરનાં મુખ્ય દ્વાર પર લગાવવાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરતી નથી.

શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવેલા આ ઉપાયો જીવનમાં નવી ઊર્જા, હિંમત અને ખુશહાલી લાવી શકે છે. હોલિકા દહનની રાત્રે આત્મશુદ્ધિ, સંકલ્પ અને નવી શરૂઆત માટે ઉત્તમ સમય માનવામાં આવે છે.

આ પણ વાંચો: Holi 2026: હોળી પર રાહુ-કેતુ સહિત 4 ગ્રહ થશે વક્રી, આ રાશિને અઢળક ધનસંપત્તિ મળશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: