જ્યોતિષ મુજબ કેતુનું આ ગોચર કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ અને લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન ચાર રાશિના જાતકોને લગભગ બે મહિના સુધી આર્થિક લાભ, કારકિર્દીમાં પ્રગતિ અને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે. સાથે જ તેમનો ઝુકાવ આધ્યાત્મિકતા અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વધશે.

વૃષભ રાશિ

કેતુનું આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે ખાસ લાભદાયક માનવામાં આવે છે. વ્યવસાયમાં નવા અવસર મળી શકે છે અને આવકના માર્ગો ખુલશે. નોકરીયાત લોકોને સ્થિરતા અનુભવાશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સમાજમાં માન-સન્માન વધશે અને નેતૃત્વ ક્ષમતા મજબૂત બનશે. સાથે જ ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિક વિચારો પ્રત્યે રસ વધશે.

મિથુન રાશિ

મિથુન રાશિ માટે કેતુનું મઘા નક્ષત્રમાં ગોચર શુભ સંકેતો આપે છે.વેપારમાં સારો લાભ થવાના યોગ છે. આ સમય દરમિયાન માનસિક શાંતિ મળશે. નોકરીની શોધમાં રહેલા લોકોને સફળતા મળી શકે છે. શુભ અને લાભદાયક પ્રવાસના યોગ પણ બનશે.

તુલા રાશિ

તુલા રાશિના જીવનમાં આ ગોચર સકારાત્મક ફેરફાર લાવી શકે છે. કારકિર્દીમાં ઝડપી પ્રગતિ થશે અને ધનલાભના મજબૂત યોગ બનશે. કાર્યસ્થળ પર સન્માન અને પદમાં વૃદ્ધિ શક્ય છે. આ સમય મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે અનુકૂળ રહેશે. પરિવારિક તણાવ દૂર થશે અને મન શાંત રહેશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે કેતુનો આ ગોચર પ્રગતિના નવા દરવાજા ખોલી શકે છે. અટકેલો ધન પ્રાપ્ત થવાની શક્યતા છે. રોકાણમાંથી સારો લાભ મળી શકે છે. કારકિર્દીમાં સકારાત્મક બદલાવ આવશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આ દરમિયાન આધ્યાત્મિક સ્થળોની મુલાકાતના યોગ બનશે, જેનાથી માનસિક સંતુલન અને શાંતિ મળશે.

આ પણ વાંચો: Chandra Grahan : હોળી પર 20 મિનિટનું રહેશે ચંદ્ર ગ્રહણ, જાણીલો સૂતક ક્યારે?

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)