આ સમયગાળો ખાસ કરીને 4 રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. કરિયરમાં મોટી પ્રગતિ થશે અને આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવા લાગશે.
વૃષભ રાશિ (Taurus)
કેતુનો આ નક્ષત્ર ગોચર તમારા માટે ખૂબ સકારાત્મક રહેશે. કરિયરમાં પ્રગતિ થશે અને ધન-ધાન્યની કોઈ કમી રહેશે નહીં. આવકમાં મોટો ઉછાળો આવશે અને અનેક સ્ત્રોતોમાંથી પૈસા મળશે. બિઝનેસમાં પણ સારો લાભ મળશે.
કર્ક રાશિ (Cancer)
તમારી આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે. બિઝનેસમાં લાભ મળશે અને વિદેશથી ધનપ્રાપ્તિના યોગ છે. ઘર અથવા વાહન ખરીદવાનું સ્વપ્ન પૂરું થઈ શકે છે. કામની જગ્યાએ તમારી પ્રશંસા થશે અને તમે નવા રોકાણ વિશે વિચારી શકો છો.
સિંહ રાશિ (Leo)
કેતુના આ ગોચરથી સિંહ રાશિના લોકોને મોટો લાભ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નવી નોકરીના સંકેત છે. બિઝનેસમાં પણ સારો નફો મળશે અને જૂના રોકાણથી લાભ મળી શકે છે. પિતૃ સંપત્તિથી પણ ફાયદો થશે.
કુંભ રાશિ (Aquarius)
કુંભ રાશિ માટે આ ગોચર ખૂબ શુભ છે. રોકાણથી સારો નફો મળશે અને ભાગ્ય તમારું સાથ આપશે. જૂના કર્જમાંથી મુક્તિ મળી શકે છે. આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને બિઝનેસમાં સારો લાભ મળશે.
આ પણ વાંચો: Akshaya Tritiya:શું સોનુ ખોવાઇ જાય કે અચાનક મળી આવે તો લાભ થાય કે નુકસાન?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)