વૈદિક પંચાંગ મુજબ ખરમાસ વર્ષમાં બે વાર આવે છે . એક માર્ચ અથવા એપ્રિલમાં અને બીજો નવેમ્બર અથવા ડિસેમ્બરમાં. પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય દેવ ગુરુ ગ્રહની રાશિ ધન અથવા મીનમાં પ્રવેશ કરે છે, ત્યારે ખરમાસ શરૂ થાય છે. આ સમયગાળો લગભગ એક મહિના સુધી રહે છે. 2026માં ખરમાસની શરૂઆત માર્ચ મહિનામાં સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે થશે. આ સમય દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ રહે છે. ધાર્મિક દૃષ્ટિએ આ સમય પૂજા-પાઠ, દાન, ધ્યાન અને સત્સંગ માટે ઉત્તમ માનવામાં આવે છે.

માર્ચ 2026માં ખરમાસ ક્યારે શરૂ થશે?

પંચાંગ મુજબ હાલમાં સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. માર્ચ 2026માં જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ખરમાસ શરૂ થશે. સૂર્યની મીન સંક્રાંતિ 15 માર્ચ 2026, રવિવાર, સવારે 1:08 વાગ્યે થશે અને સાથે જ ખરમાસનો આરંભ થશે. આ સમય લગભગ એક મહિના સુધી રહેશે. આ દરમિયાન લગ્ન, મુંડન અને અન્ય શુભ કાર્યો ટાળવા જોઈએ. તેના બદલે પૂજા, દાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવી શુભ માનવામાં આવે છે.

માર્ચ 2026ના ખરમાસનો અંત

માર્ચમાં શરૂ થયેલો ખરમાસ ત્યારે સમાપ્ત થાય છે જ્યારે સૂર્ય મીન રાશિમાંથી બહાર આવી મેષ રાશિમાં પ્રવેશ કરે છે. 2026માં સૂર્યનો મેષ રાશિમાં ગોચર 14 એપ્રિલ 2026, મંગળવાર, સવારે 9:38 વાગ્યે થશે. આ સમયે મેષ સંક્રાંતિ સાથે ખરમાસનો અંત આવશે.

ખરમાસમાં કયા કામો કરવામાં આવતા નથી?

ખરમાસ દરમિયાન ગૃહપ્રવેશ, લગ્ન, સગાઈ, વિદાય, મુડન, જનેઉ જેવા તમામ શુભ કાર્યો નિષેધ ગણાય છે. આ સમય દરમિયાન નવો વ્યવસાય કે નવો પ્રોજેક્ટ શરૂ કરવો પણ યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતા છે કે આ સમયે માંગલિક કાર્યો ટાળવાથી સંકટ અને અવરોધોથી બચી શકાય છે.

ખરમાસમાં શુભ કાર્યો કેમ નથી થતા?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે સૂર્ય ધનુ અથવા મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેમની શક્તિ અને ગતિ થોડી મંદ બને છે. સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે અને શુભ કાર્યો માટે તેમની ઉત્તમ સ્થિતિ જરૂરી ગણાય છે. તેથી ખરમાસનો સમય માંગલિક કાર્યો માટે અનુકૂળ માનવામાં આવતો નથી.

આ પણ વાંચો: March Grah Gochar: હોળી આવતા જ ગ્રહોનો મહા-ઉલટફેર, આ રાશિની પલટાશે કિસ્મત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)