બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બનવાથી મેષ, મિથુન અને તુલા રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં અપાર સફળતા સાથે જીવનમાં ખુશીઓનો પ્રવેશ થઈ શકે છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધાર પર કરવામાં આવ્યું છે.

દ્રિક પંચાંગ મુજબ 6 ફેબ્રુઆરીએ શુક્ર સવારે 1 વાગ્યાને 15 મિનિટે કુંભ રાશીમાં પ્રવેશ કર્યો હતો. અહીં પહેલેથી જ બુધ અને રાહુ સ્થિત હોવાથી ત્રિગ્રહી સાથે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થયું છે.

મેષ રાશિ (Aries Zodiac)

મેષ રાશિના જાતકો માટે શુક્ર-બુધથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાજયોગ એકાદશ ભાવમાં બની રહ્યો છે, જેના કારણે ધનલાભ અને પ્રગતિના યોગ મજબૂત બની રહ્યા છે. ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને અનેક કાર્યોમાં સફળતા મળશે. લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટમાં સફળતા મળી શકે છે. પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ યથાવત રહી શકે છે.

મિથુન રાશિ (Gemini Zodiac)

મિથુન રાશિના જાતકો માટે આ યુતિ નવમ ભાવમાં બની રહી છે. તેથી ભાગ્યનો પૂરતો સાથ મળશે. માન-સન્માનમાં વધારો થશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. નોકરીમાં કામની પ્રશંસા થશે અને પ્રમોશન સાથે ધનલાભના યોગ બની રહ્યા છે. સ્થાન પરિવર્તન અને નવા અવસર મળી શકે છે. વ્યવસાય ક્ષેત્રે પણ વિકાસ અને લાભ મળશે.

તુલા રાશિ (Libra Zodiac)

તુલા રાશિના પંચમ ભાવમાં બુધ-શુક્રની યુતિ થઈ રહી છે. જેના કારણે બૌદ્ધિક ક્ષમતા અને નિર્ણય શક્તિમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે. બનાવેલી યોજનાઓ સફળ થશે અને કામ પ્રત્યે વધુ સક્રિયતા રહેશે.

આ પણ વાંચો: Angarak Yog 2026: 23 ફેબ્રુઆરીથી મેષ, વૃશ્ચિક અને કુંભ જરા સાવધાન, અંગારક યોગથી થઇ શકે નુકસાન

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)