વર્ષ 2026માં મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરીએ ઉજવાશે. આ વખતે આ તહેવાર ધાર્મિક જ નહીં પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે અનેક મોટા ગ્રહ પરિવર્તન થવાના છે, જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે.
મહાશિવરાત્રિના દિવસે એક દુર્લભ ગ્રહ સંયોગ બની રહ્યો છે.
દૃ્િક પંચાંગ અનુસાર મહાશિવરાત્રિના દિવસે એક દુર્લભ ગ્રહ સંયોગ બની રહ્યો છે. બપોરના સમયે ગ્રહોના સેનાપતિ મંગળ ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે, જ્યારે ચંદ્રમા મકર રાશિમાં પ્રવેશ કરશે. ઉપરાંત, રાત્રે લગભગ 9 વાગ્યે બુધ ગ્રહ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. જ્યોતિષીઓના મત અનુસાર એક જ દિવસે ત્રણ મુખ્ય ગ્રહોની ચાલમાં ફેરફાર થવો અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. તેનો અસર આવનારા સમયમાં અનેક રાશિના જાતકોના જીવનમાં સ્પષ્ટ જોવા મળી શકે છે.
વૃષભ રાશિ
આ ગ્રહ ગોચર વૃષભ રાશિના જાતકો માટે રાહતદાયક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલતી માનસિક ચિંતા ઘટશે. કરિયર સંબંધિત અનિશ્ચિતતા ધીમે ધીમે દૂર થતી જણાશે. કેટલાક લોકોને નવી નોકરી મળવાના સંકેતો છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ છે. આરોગ્ય સામાન્ય રહેશે. પ્રેમ સંબંધોમાં વધુ મીઠાશ જોવા મળી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિ માટે આ સમય સંબંધો અને આરોગ્ય બંને દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ભવિષ્ય પ્રત્યે આત્મવિશ્વાસ વધશે.
તુલા રાશિ
તુલા રાશિ માટે મહાશિવરાત્રિ અને ત્યારબાદનો સમય ખાસ રહેશે. નોકરીયાત લોકોને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળી શકે છે અને વરિષ્ઠો તરફથી પ્રશંસા મળવાની શક્યતા છે. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. ઘરેલુ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી શકાશે. સંતાન સંબંધિત કોઈ ઇચ્છા કે ચિંતા દૂર થતાં માનસિક શાંતિ મળશે.
આ પણ વાંચો: Chandra Grahan : હોળી પર 20 મિનિટનું રહેશે ચંદ્ર ગ્રહણ, જાણીલો સૂતક ક્યારે?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)