ખાસ વાત એ છે કે આ રાશીમાં પહેલેથી જ રાહુ ગ્રહ હાજર રહેશે. મંગળ અને રાહુ એક જ રાશીમાં હોવાના કારણે અંગારક યોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ઉગ્ર અને અશુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ યોગ વ્યક્તિના જીવનમાં તણાવ, ક્રોધ, ભ્રમ અને અચાનક મુશ્કેલીઓ વધારી શકે છે.
અંગારક યોગનો પ્રભાવ દરેક રાશિ પર સમાન નથી પડતો
અંગારક યોગનો પ્રભાવ દરેક રાશિ પર સમાન નથી પડતો, પરંતુ ત્રણ રાશિઓ માટે આ સમય ખાસ પડકારજનક માનવામાં આવે છે. આ દરમિયાન કરિયર, ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે અંગારક યોગ મુશ્કેલીઓ વધારનાર સાબિત થઈ શકે છે. 22 ફેબ્રુઆરી સુધીનો સમય અનુકૂળ રહેશે, પરંતુ 23 ફેબ્રુઆરી પછી પરિસ્થિતિ બદલાઈ શકે છે. કામકાજમાં અડચણો આવી શકે છે. કરિયરને લઈને તણાવ વધશે. આર્થિક સ્થિતિ ડગમગી શકે છે અને અચાનક ખર્ચ વધી શકે છે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પણ સામે આવી શકે છે, તેથી બેદરકારી ટાળવી જરૂરી રહેશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ યોગ ધન અને કરિયર બંને મામલામાં સતર્કતા માગે છે. આ સમયગાળામાં આર્થિક નુકસાનની શક્યતા રહેશે. નોકરી અથવા વ્યવસાયમાં અડચણો આવી શકે છે. કામનો દબાણ વધશે અને માનસિક તણાવ અનુભવાઈ શકે છે. સ્વાસ્થ્ય અંગે પણ સાવચેત રહેવું પડશે. વૈવાહિક જીવનમાં મતભેદ અથવા તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે.
મીન રાશિ
મીન રાશિના જીવનમાં આ યોગના કારણે ઉથલપાથલ થઈ શકે છે. કરિયરમાં અસ્થિરતા રહેશે. નોકરી બદલવાની કે છૂટવાની ચિંતા સતાવશે. વેપાર કરતા લોકોને નુકસાનની શક્યતા છે. આ દરમિયાન કોઈ પર આંખ મૂકી વિશ્વાસ કરવો ભારે પડી શકે છે. નિર્ણય લેતાં સમયે ખૂબ જ સતર્ક રહો.
અંગારક યોગથી બચાવના ઉપાયો
અંગારક યોગના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. નિયમિત રીતે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો. મંગળવારના દિવસે વ્રત રાખવું શુભ માનવામાં આવે છે. તાંબાની અથવા લાલ રંગની વસ્તુઓનું દાન કરો અને લાલ ગાયને ગોળ ખવડાવો. આ ઉપાયોથી માનસિક શાંતિ મળશે અને નકારાત્મક પ્રભાવમાં ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો: Grah Gochar: દરેક કામમાં સફળતા અપાવનાર યોગ ક્યા છે? જાણીલો જ્યોતિષ શાસ્ત્રમાં મહત્ત્વ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)