આ યોગ ત્યારે બને છે જ્યારે ગ્રહો એકબીજા સાથે વિશેષ કોણ પર આવી શુભ દૃષ્ટિ બનાવે છે. આ વખતે આ યોગ ગુરુ ગ્રહ અને વરુણ ગ્રહ વચ્ચે બનશે. 20 જુલાઈ 2026ના રોજ આ યોગ અસરકારક બનશે, જેના કારણે અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. કરિયર, ધન, પરિવાર અને માનસિક સ્થિતિ જેવા ક્ષેત્રોમાં સારા પરિણામ જોવા મળી શકે છે.
નવપંચમ દૃષ્ટિ યોગ ક્યારે બનશે?
દ્રિક પંચાંગ અનુસાર, જ્યારે બે ગ્રહો લગભગ 120 ડિગ્રીના અંતરે હોય છે ત્યારે નવપંચમ દૃષ્ટિ યોગ બને છે. 20 જુલાઈ 2026ના રોજ બપોરે 12 વાગ્યાને 49 મિનિટથી આ યોગ સક્રિય થશે અને તે સમયથી જ રાશિઓ પર તેનો પ્રભાવ શરૂ થશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ સમય કાર્યક્ષેત્રમાં સુધારો લાવી શકે છે. જો તમે ધીરજ અને સમજદારીથી કામ કરશો તો લાભ મળવાની સંપૂર્ણ સંભાવના છે. પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધો મજબૂત બનશે અને ઘરમાં ખુશહાલી રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે આ સમય સાહસિક નિર્ણયોનું સકારાત્મક પરિણામ લાવી શકે છે. વેપારમાં નવા અવસર મળશે અને નફામાં વધારો થઈ શકે છે. સંપત્તિમાં રોકાણ કરવા માટે પણ સારો સમય માનવામાં આવે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ યોગ રાહત આપનાર સાબિત થઈ શકે છે. જમીન-મકાન સંબંધિત મામલાઓમાં સફળતા મળી શકે છે. જૂના વિવાદોનો અંત આવી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પરિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે કરિયર અને વ્યવસાયમાં પ્રગતિના સારા સંકેતો છે. આ સમય દરમિયાન તમે નવી યોજનાઓ બનાવી શકો છો. સંપત્તિ ખરીદવાનો વિચાર પણ કરી શકો છો. પરિવારિક વાતાવરણ આનંદમય રહેશે અને માનસિક તણાવમાં ઘટાડો થશે.
આ યોગ ખાસ કેમ માનવામાં આવે છે?
નવપંચમ દૃષ્ટિ યોગને શુભ ફળ આપનાર યોગ માનવામાં આવે છે. આ યોગ જીવનમાં સંતુલન, સફળતા અને સકારાત્મક ઊર્જા લાવે છે. ખાસ કરીને જે રાશિઓ પર તેનો પ્રભાવ પડે છે, તેમના માટે આ સમય પ્રગતિ અને રાહતના સંકેત લઈને આવે છે.
આ પણ વાંચો: Arun Grah Gochar: સૂર્યના નક્ષત્ર કૃતિકામાં અરુણ ગોચરથી આ રાશિની ચમકશે કિસ્મત
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)