આવો જ એક દુર્લભ સંયોગ નવપંચમ રાજયોગ તરીકે બની રહ્યો છે, જ્યારે દેવગુરૂ બૃહસ્પતિ અને દૈત્યગુરૂ શુક્ર એકબીજા સાથે નવમ-પંચમ સંબંધમાં આવે છે. જ્યોતિષમાં ગુરુ જ્ઞાન, ભાગ્ય અને ધનના કારક માનવામાં આવે છે, જ્યારે શુક્ર વૈભવ, ભૌતિક સુખ, સૌંદર્ય અને કળાના પ્રતિક છે. આ બંને ગ્રહોના શુભ સંબંધથી ધન, સફળતા અને પ્રગતિના દ્વાર ખુલતા હોય છે.
આ વખતનો નવપંચમ રાજયોગ ખાસ કરીને ત્રણ રાશિઓ માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે આ યોગ આર્થિક મજબૂતી લાવશે. અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. નોકરીયાત લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે, જ્યારે વેપારીઓને સારો નફો મળશે. રોકાણથી પણ લાભ થવાની શક્યતા છે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે આ સમય ભાગ્યનો સાથ અપાવનાર રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને કારકિર્દીમાં નવી સિદ્ધિઓ મળી શકે છે. પરિવાર જીવન સુખદ રહેશે. જમીન-મકાન અથવા વાહન ખરીદવાના યોગ બની શકે છે.
મીન રાશિ
મીન રાશિ માટે આ રાજયોગ વિશેષ ધનલાભ અને પ્રતિષ્ઠા વધારનાર સાબિત થઈ શકે છે. અચાનક ધનપ્રાપ્તિ, પદ-પ્રતિષ્ઠામાં વધારો અને સામાજિક માન-સન્માન વધવાના સંકેત છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને પણ સફળતા મળી શકે છે.
જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ નવપંચમ રાજયોગના પ્રભાવથી આ રાશિના લોકો રોકાણ, વેપાર વિસ્તરણ અને નવા અવસરોમાં સફળતા મેળવી શકે છે. જોકે કોઈપણ નિર્ણય લેતા પહેલાં વિચારી-સમજીને પગલું ભરવું જરૂરી છે. યોગ્ય પ્રયત્ન અને સકારાત્મક વિચાર સાથે આ સમય જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિ લાવી શકે છે.
આ પણ વાંચો: Chaitra Navratri 2026: પાલખી પર માં દુર્ગાની આવશે સવારી, હાથી પર કરશે પ્રસ્થાન
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)