વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્ય ખુબજ પ્રભાવશાળી છે. સૂર્યદેવને પિતા અને આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્યદેવ એક મહિનામાં પોતાની રાશિ બદલી નાખે છે. સૂર્ય દેવ જે રાશિમાં જાય છે તે રાશિ મુજબ સંક્રાતિ કહેવાય છે જેમકે મેષ રાશિમાં પ્રવેશ કરે તો મેષ સંક્રાતિ, મિથુનમાં પ્રવેશે તે મિથુન સંક્રાતિ હાલ સૂર્યદેવ કર્ક રાશિમાં હોવાથી કર્ક સંક્રાતિ ચાલી રહી છે. હાલ સૂર્યદેવે વરૂણ સાથે યુતિ રચી છે જેનાથી નવપંચમ રાજયોગની રચના થાય છે. નવપંચમ રાજયોગથી આ રાશિનો ભાગ્યોદય થશે. ચાલો જાણીએ એ લકી રાશિ કઇ છે?


મેષ રાશિ

સૂર્ય-વરૂણનો નવપંચમ રાજયોગ ખુબજ શુભ સાબીત થશે. અઢળક ફાયદા મળશે. અટકેલા કામ થવા લાગશે. સમાજમાં માન-સન્માન દીવસે ન વધે તેટલુ રાતે અને રાતે ન વધે તેટલુ દીવસે વધતુ જશે. ભૂમિ, વાહન, મકાન ખરીદી શકશો. વિવાદનો ઉકેલ મળશે. આફત, સંકેત મુશ્કેલી ટળશે. ધનલાભના યોગ છે.

તુલા રાશિ

આ રાશિ પર સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે. સૂર્ય-વરૂણનો નવપંચમ રાજયોગ નવા કાર્યમાં સફળતા અપાવશે. મહેનત સફળ થતી લાગશે, દરેક ક્ષેત્રે સફળતા મળશે. સંબંધોમાં મધુરતા રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપારીઓને લાભ થશે. નોકરીયાત લોકોને ફાયદો થશે. જીવનમાં પ્રગત્તિ થશે. અધુરા સપના પૂર્ણ કરી શકશો. જીવનની મુશ્કેલી સરળ થશે.

કુંભ રાશિ

આ રાશિના જાતકોને સૂર્ય-વરૂણનો નવપંચમ રાજયોગ અઢળક લાભ અપાવશે. જીવનમાં આવતી મુશ્કેલીઓ ટળતી લાગે. સમય કરતા પહેલા સફળતા હાથ લાગશે. મુશ્કેલીઓ ઓછી થતા મન પ્રસન્ન રહેશે. પદોન્નતિ થશે. સહકર્મીઓનો સાથ મળશે. સંબંધોમાં મીઠાશ આવશે. વેપારમાં પ્રગતિ થવા લાગશે.


  • Follow us on: