આ દિવસોમાં ભક્તો માતા દુર્ગા અને તેમના નવ રૂપોની ભક્તિપૂર્વક પૂજા કરે છે. ધાર્મિક માન્યતા મુજબ જો નવરાત્રિના દિવસોમાં ઘરના મુખ્ય દરવાજા પર કેટલીક શુભ વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

1. આંબાના પાનનું તોરણ

નવરાત્રિ દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. આંબાના પાનને પવિત્ર અને મંગલકારી માનવામાં આવે છે. તે માત્ર ઘરની શોભા વધારતું નથી પરંતુ નકારાત્મક ઊર્જાને પણ દૂર રાખે છે. માન્યતા છે કે આંબાના પાનનું તોરણ લગાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

2. સ્વસ્તિકનું ચિહ્ન

ઘરના મુખ્ય દરવાજા પર લાલ રંગથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. સ્વસ્તિક હિંદુ ધર્મમાં શુભતા, સમૃદ્ધિ અને સકારાત્મકતાનું પ્રતિક છે. નવરાત્રિના દિવસોમાં દરવાજા પર સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે અને માતાજીનો આશીર્વાદ મળે છે.

3. દીવો પ્રગટાવવો

નવરાત્રિના દિવસોમાં સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પર ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. દીવાના પ્રકાશને અંધકાર અને નકારાત્મકતાને દૂર કરવાનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા મુજબ મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી માતા દુર્ગા સાથે સાથે માતા લક્ષ્મીનો પણ આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના નવ દિવસોમાં આ ત્રણ વસ્તુઓ મુખ્ય દરવાજા પર રાખવાથી ઘરના વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મકતા વધે છે. સાથે જ માતા દુર્ગાની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. તેથી નવરાત્રિ દરમિયાન આ સરળ ઉપાયો જરૂર અપનાવવા જોઈએ

આ પણ વાંચો: August 2026 Eclipse: ઓગસ્ટમાં થશે વર્ષનું સૌથી મોટુ ગ્રહણ, જાણીલો ભારતમાં દેખાશે?

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)