આ ચંદ્ર અને સૂર્ય બંનેની ગતિ પર આધારિત હોવાથી તેને લુની-સોલર કેલેન્ડર કહેવામાં આવે છે.
હિન્દુ કેલેન્ડર ક્યારે શરૂ થાય છે?
હિન્દુ નવા વર્ષની શરૂઆત સામાન્ય રીતે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે, એટલે કે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ થાય છે. આ દિવસે અલગ-અલગ પ્રદેશોમાં ગુડી પડવા અને ઉગાદી તરીકે ઉજવણી થાય છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ સમય માર્ચ અથવા એપ્રિલમાં આવે છે.
હિન્દુ કેલેન્ડરના મહિના
હિન્દુ પંચાંગમાં કુલ 12 મહિના હોય છે:
ચૈત્ર
વૈશાખ
જેઠ
આષાઢ
શ્રાવણ
ભાદરવો
આશ્વિન( આસો)
કારતક
માર્ગશીર્ષ (માગસર)
પોષ
માઘ (મહા)
ફાગણ
આ મહિના ચંદ્રના કલાઓ (અમાસ અને પૂર્ણિમા) પર આધારિત હોય છે. દરેક મહિનામાં બે પક્ષ હોય છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ.
ખાસ વિશેષતાઓ
હિન્દુ કેલેન્ડરની ખાસ વાત એ છે કે દર 2-3 વર્ષે એક વધારાનો મહિનો (અધિક માસ) ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય અને ચંદ્રની ગણતરીમાં સંતુલન રહે. આ કેલેન્ડર મુજબ જ ભારતમાં મોટા ભાગના વ્રત અને તહેવારો નક્કી થાય છે, જેમ કે દિવાળી, હોળી અને નવરાત્રિ.
આ પણ વાંચો: Grah Gochar: 19 માર્ચે સુપર સંયોગ, એક સાથે અનેક તહેવારનો સંગમ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)