જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વાણી, તર્કશક્તિ, વેપાર અને સંચારનો કારક માનવામાં આવે છે. તેથી તેનો આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓના જીવન પર અસર કરશે.
મીન રાશિમાં બુધને નીચ સ્થાનનો માનવામાં આવે છે
મીન રાશિમાં બુધને નીચ સ્થાનનો માનવામાં આવે છે, પરંતુ આ વખતે બનતો નીચભંગ રાજયોગ તેના નકારાત્મક પ્રભાવોને ઘણી હદ સુધી ઘટાડશે. નીચભંગ રાજયોગ ત્યારે બને છે જ્યારે કોઈ ગ્રહ પોતાની નીચ રાશિમાં હોવા છતાં ખાસ પરિસ્થિતિઓના કારણે શક્તિશાળી બની જાય છે. આ ગોચર દરમિયાન ગ્રહોની સ્થિતિ એવી રહેશે કે બુધને બળ મળશે અને કેટલાક રાશિના જાતકો માટે સમય ખૂબ શુભ સાબિત થશે.
મિથુન, કન્યા અને ધનુ રાશિ માટે આ 18 દિવસ ભાગ્ય બદલનારા બની શકે છે
ખાસ કરીને મિથુન, કન્યા અને ધનુ રાશિ માટે આ 18 દિવસ ભાગ્ય બદલનારા બની શકે છે. મિથુન અને કન્યા રાશિના સ્વામી બુધ હોવાથી તેમને કારકિર્દી અને વેપારમાં અચાનક લાભ મળી શકે છે. નવી યોજનાઓ સફળ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે. જ્યારે ધનુ રાશિના લોકોને આર્થિક લાભ, પ્રમોશન અથવા નવી નોકરીની તકો મળી શકે છે.
રોકાણમાં સારો નફો થવાની શક્યતા
આ સમય દરમિયાન વેપારીઓને નવા ક્લાયન્ટ મળી શકે છે અને રોકાણમાં સારો નફો થવાની શક્યતા છે. વાણીમાં અસરકારકતા વધશે, જે સામાજિક અને વ્યવસાયિક જીવનમાં માન-સન્માન અપાવશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને નિર્ણય શક્તિ મજબૂત બનશે.
જોકે અન્ય રાશિના જાતકોએ થોડું સાવધાન રહેવું જોઈએ. ખોટા નિર્ણય, ગેરસમજ અને સંચારમાં ખામીથી દૂર રહેવું જરૂરી છે. કુલ મળીને, બુધનો આ ગોચર અને નીચભંગ રાજયોગ ઘણા લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે.
આ પણ વાંચો: Shani Uday: શનિ ઉદય, ખરમાસ થશે પૂર્ણ આ રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
