મૂળાંક દ્વારા વ્યક્તિની કેટલીક ખરાબ આદતો વિશે પણ જાણ થઈ શકે છે, જે બીજા લોકોને પરેશાન અથવા ઇરિટેટ કરે છે. વ્યક્તિએ પોતાના મૂળાંક મુજબ આ આદતોને ઓળખીને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
મૂળાંક 1
મૂળાંક 1ના સ્વામી ગ્રહ સૂર્ય છે. આવા લોકો પોતાને હંમેશા સાચા માને છે અને બીજાની વાત ઓછું સાંભળે છે. આ કારણે લોકો ઘણીવાર અવગણના અનુભવે છે. તેમને પોતાની આ આદત સુધારવાની જરૂર છે.
મૂળાંક 2
મૂળાંક 2ના સ્વામી ચંદ્ર છે. આવા લોકોને વધુ વિચારવાની (Overthinking) આદત હોય છે. તેમનો મૂડ ઝડપથી બદલાતો હોવાથી આસપાસના લોકો ક્યારેક પરેશાન થઈ જાય છે.
મૂળાંક 3
મૂળાંક 3ના સ્વામી ગુરુ બૃહસ્પતિ છે. આવા લોકોને હંમેશા ધ્યાનનું કેન્દ્ર બનવું ગમે છે. તેઓ ઘણીવાર વધુ જ્ઞાનની વાતો કરે છે, જેના કારણે લોકો કંટાળી જાય છે.
મૂળાંક 4
મૂળાંક 4ના સ્વામી રાહુ છે. આવા લોકો ખૂબ જિદ્દી સ્વભાવના હોય છે. પોતાની વાત પર અડગ રહેવાની તેમની આદત લોકોને પસંદ આવતી નથી.
મૂળાંક 5
મૂળાંક 5ના સ્વામી બુધ છે. આવા લોકોને વધુ બોલવાની આદત હોય છે. ઘણીવાર લોકો તેમની સતત વાતોથી પરેશાન થઈ જાય છે.
મૂળાંક 6
મૂળાંક 6ના સ્વામી શુક્ર છે. આવા લોકો દરેક વસ્તુ પોતાની મરજી પ્રમાણે ઈચ્છે છે. તેઓ ઈચ્છે છે કે લોકો તેમની વાત માને અને તેમની રીતે કામ કરે, જે બીજાને ન ગમે.
મૂળાંક 7
મૂલાંક 7ના સ્વામી કેતુ છે. આવા લોકોને એકાંતમાં રહેવું ગમે છે અને લોકો સાથે ઓછું મળવું પસંદ કરે છે. તેમની આ આદતના કારણે લોકો તેમની પાસેથી દૂર રહેવાનું પસંદ કરે છે.
મૂળાંક 8
મૂળાંક 8ના સ્વામી શનિ છે. આવા લોકો ગંભીર સ્વભાવના હોય છે અને મજાક-મસ્તી ઓછી કરે છે. તેમનું રૂક્ષ વર્તન લોકોને દૂર કરી શકે છે.
મૂળાંક 9
મૂળાંક 9ના સ્વામી મંગળ છે. આવા લોકો નાની-નાની વાતોમાં ગુસ્સે થઈ જાય છે. તેમના આક્રોશી સ્વભાવને કારણે લોકો ઘણીવાર તેમને પસંદ કરતા નથી
આ પણ વાંચો: Samudrik Shastra: મહિલાઓના શરીર પર આ જગ્યાએ તલ આપે રાજયોગનું સુખ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)