જેમ કે, કોઈ વ્યક્તિનો જન્મ 18 તારીખે થયો હોય તો તેનો મૂળાંક 1 + 8 = 9 થાય છે. હવે અંક જ્યોતિષ મુજબ જાણીએ કે કયા મૂળાંક ધરાવતા લોકોની લવ મેરેજ અથવા એરેન્જ મેરેજ થવાની શક્યતા વધુ હોય છે.


જન્મ તારીખથી જાણો કેવું રહેશે લગ્ન?

લોકો ઘણીવાર વિચારે છે કે તેમના લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ. આ સવાલનો જવાબ મૂળાંક દ્વારા મળી શકે છે. અંક જ્યોતિષ મુજબ વ્યક્તિના સ્વભાવ અને વિચારધારા પરથી લગ્નનો પ્રકાર નક્કી થાય છે.

આ લોકોના થાય લવ મેરેજ

અંક જ્યોતિષ અનુસાર, જેમનો મૂળાંક 1, 4, 5, 7 અને 9 હોય છે, તેઓના લવ મેરેજ થવાની શક્યતા વધુ હોય છે. આ લોકો સ્વતંત્ર વિચારધારા ધરાવે છે અને પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખે છે. તેમના સંબંધો પર તેમના વિચારોનો સીધો પ્રભાવ પડે છે.

સંબંધોને આપે મહત્વ

મૂલાંક 1, 4, 5, 7 અને 9 ધરાવતા લોકો સંબંધોને ખૂબ મહત્વ આપે છે. તેઓ પોતાની પસંદથી જીવનસાથી પસંદ કરવાનું પસંદ કરે છે, જેના કારણે તેઓ લવ મેરેજ તરફ વધુ આકર્ષિત થાય છે.

આ લોકોના થાય એરેન્જ મેરેજ

મૂલાંક 2, 3, 6 અને 8 ધરાવતા લોકોના એરેન્જ મેરેજ થવાની સંભાવના વધુ હોય છે. આ લોકો પરિવાર અને સમાજની મંજૂરીને મહત્વ આપે છે અને મોટા ભાગે તેમના નિર્ણયમાં પરિવારનો સમાવેશ કરે છે.

પરિવાર સાથે લઈને નિર્ણય કરે છે

આ લોકો પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીને મહત્વપૂર્ણ નિર્ણય લે છે. અંક જ્યોતિષ અનુસાર, વ્યક્તિના સ્વભાવનો તેના નિર્ણયો પર પ્રભાવ પડે છે, પરંતુ અંતિમ નિર્ણય તો વ્યક્તિ પોતે જ લે છે.

આ પણ વાંચો:  Hans Mahapurush Rajyog: કર્ક રાશિમાં ગુરૂનો વિશેષ રાજયોગ, આ રાશિની પલટાશે કિસ્મત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: