અંકશાસ્ત્ર દ્વારા, વ્યક્તિના જીવન વિશે ઊંડાણપૂર્વક જાણી શકાય છે. આ જ્ઞાનમાં, દરેક સંખ્યા એક ખાસ ઉર્જા અને અસર સાથે સંકળાયેલી છે. કોઈપણ સંખ્યા ફક્ત ગણતરીનું પ્રતીક નથી, પરંતુ તે આપણા સ્વભાવ, વિચારો અને ભાગ્ય પર ઊંડી અસર કરે છે. કોઈપણ વ્યક્તિનું વ્યક્તિત્વ, વિચાર અને ભવિષ્ય તેની જન્મ તારીખથી પ્રભાવિત થાય છે.


આ મૂળાંક ધરાવતા હોય ખુબ ખાસ

 મૂળાંક 2, 4 કે 7 હોય, તો તેમની પાસે સખત મહેનત અને તેજ દીમાગનું અદ્ભુત સંયોજન છે. આ જાતકો દરેક સ્થિતિમાં રસ્તો કાઢે. આ મૂળાંકના જાતકો અભ્યાસથી લઈને કારકિર્દી સુધી દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ હોય છે. ખાસ કરીને સરકારી નોકરીઓ પ્રત્યે તેમનો ઝુકાવ વધુ હોય છે અને તેઓ સખત મહેનત અને સમર્પણથી તેમાં સફળતા પણ મેળવે છે.

2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. જો કોઈ વ્યક્તિ 4, 13, 22 અથવા 31 તારીખે જન્મે છે, તો તેનો મૂળાંક 4 હોય છે. 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે.

આ મૂળાંક ધરાવતા લોકોની લાક્ષણિકતાઓ

આ જાતકો તેમના પરિવારને ખુબ જ પ્રેમ કરે. આ જાતકો દરેક મુશ્કેલીમાં રસ્તો કાઢી લે. મુશ્કેલીઆ જ કારણ છે કે પરિવારના સભ્યો પણ તેમને ખૂબ ગર્વથી જુએ છે. તેમના સ્વભાવમાં ગંભીરતા અને સમજણ બંને હોય છે, જેના કારણે સંબંધ લાંબા સમય સુધી મધુર રહે છે.

  • Follow us on: