માન્યતા છે કે યોગ્ય દિવસે લેવાયેલા નિર્ણયો બિઝનેસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે. ખાસ કરીને નવો વ્યવસાય શરૂ કરવા અથવા મહત્વપૂર્ણ કરારો (કોન્ટ્રાક્ટ) પર હસ્તાક્ષર કરવા માટે કેટલીક તારીખો અત્યંત લાભદાયી ગણાય છે. આ તારીખો આર્થિક સ્થિરતા અને વિકાસના નવા માર્ગો ખોલી શકે છે.

બિઝનેસમેન માટે શુભ માનવામાં આવે છે આ 3 તારીખો

અંક જ્યોતિષ અનુસાર 1, 10 અને 19 તારીખ વ્યવસાયમાં સફળતા અને ધનલાભ માટે ખાસ શુભ માનવામાં આવે છે.

1 તારીખનું મહત્વ

ન્યૂમરોલોજીમાં 1 અંકનો સંબંધ સૂર્ય ગ્રહ સાથે માનવામાં આવે છે. સૂર્ય આત્મવિશ્વાસ, નેતૃત્વ, ઉચ્ચ પદ, નવી શરૂઆત અને પ્રગતિનો કારક છે. તેથી 1 તારીખે નવો વ્યવસાય શરૂ કરવો અથવા બિઝનેસ સંબંધિત મહત્વપૂર્ણ સોદા કરવા શુભ માનવામાં આવે છે.

10 તારીખનું મહત્વ

1 તારીખની જેમ 10 તારીખ પણ વ્યવસાયિકો માટે શુભ ગણાય છે. આ દિવસે નવો વ્યવસાય શરૂ કરવો, મહત્વપૂર્ણ બિઝનેસ ડીલ પર હસ્તાક્ષર કરવું અથવા મોટા નિર્ણયો લેવું ભવિષ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. અંક જ્યોતિષ મુજબ 10 અંકનો સ્વામી પણ સૂર્ય ગ્રહ જ છે.

19 તારીખનું મહત્વ

1 અને 10 તારીખની જેમ 19 તારીખ પણ વ્યવસાય માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે જો કોઈ વેપારી મોટી ડીલ કરે અથવા વ્યવસાયના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લે તો સકારાત્મક પરિણામ મળવાની શક્યતા વધુ રહે છે. ઉપરાંત નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ આ દિવસ શુભ ગણાય છે.

અંક જ્યોતિષમાં આ ત્રણેય તારીખોને નવી શરૂઆત, સફળતા, પ્રગતિ અને આર્થિક લાભ સાથે જોડવામાં આવે છે, તેથી ઘણા લોકો મહત્વપૂર્ણ વ્યવસાયિક કાર્યો માટે આ દિવસોને પ્રાથમિકતા આપે છે.

આ પણ વાંચો: Fridge Vastu:સડસડાટ વધવા લાગશે બેંક બેલેન્સ, ફ્રિજ પર રાખો આ વસ્તુઓ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)