મૂળાંક જન્મ તારીખના અંકોને જોડીને કાઢવામાં આવે છે. આ અંક વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ, શક્તિ અને કમજોરી વિશે માહિતી આપે છે. જ્યારે ભાગ્યાંક જન્મ તારીખ, મહિનો અને વર્ષના તમામ અંકોને જોડીને કાઢવામાં આવે છે. આ અંક જીવન, ભાગ્ય, કારકિર્દી અને ભવિષ્યની દિશા વિશે સૂચન કરે છે.

અંક જ્યોતિષ અનુસાર જીવનમાં એક એવો ખાસ સમય આવે છે, જ્યારે વ્યક્તિના જીવન પર ભાગ્યાંકનો પ્રભાવ વધુ થઈ જાય છે. આ સમય પછી વ્યક્તિની કિસ્મત અને જીવનની દિશા ભાગ્યાંક મુજબ આગળ વધે છે.

ચાલો હવે આ બંને અંકો વિશે વિગતવાર જાણીએ.

મૂળાંક કેવી રીતે કાઢવો?

માનો તમારી જન્મ તારીખ 28 છે, તો તમારો મૂળાંક (2+8) = 10 થશે. પછી 1+0 = 1, એટલે તમારો મૂળાંક 1 ગણાશે. જો કોઈની જન્મ તારીખ 2 હોય, તો તેનો મૂળાંક 2 જ રહેશે. મૂળાંક હંમેશા 1 થી 9 વચ્ચેનો હોય છે.

ભાગ્યાંક કેવી રીતે કાઢવો?

માનો કોઈની જન્મ તારીખ 16.06.1993 છે. તો ભાગ્યાંક કાઢવા માટે તમામ અંકોને ઉમેરો:

1+6+0+6+1+9+9+3 = 35 → 3+5 = 8

અટલે અંતિમ નંબર 8 આવે, જે તમારો ભાગ્યાંક કહેવાય છે

ભાગ્યાંક અને મૂળાંકમાં તફાવત

મૂળાંક વ્યક્તિના સ્વભાવ, શક્તિ, કમજોરી અને પ્રતિભા દર્શાવે છે. જ્યારે ભાગ્યંક જીવનના ઉદ્દેશ, ભાગ્ય અને અનુભવો દર્શાવે છે.

કહેવાય છે કે મૂળાંક જન્મથી લઈને 30 વર્ષની ઉંમર સુધી વધુ પ્રભાવશાળી રહે છે. એટલે શિક્ષણ અને શરૂઆતની કારકિર્દી પર તેનો વધુ પ્રભાવ પડે છે.

જ્યારે ભાગ્યાંક 30 વર્ષની ઉંમર પછી જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આખા જીવન પર અસર કરે છે.

અંકજ્યોતિષ મુજબ ભાગ્યાંક સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે નક્કી કરે છે કે જીવન કઈ દિશામાં આગળ વધશે.

કહેવાય છે કે 30 વર્ષની ઉંમર પછી ભાગ્યાંક જીવનની દિશા બદલી શકે છે.

જો કોઈનો મૂળાંક અને ભાગ્યંક એકસરખા હોય, તો તે વ્યક્તિ 30 પછી ખૂબ પ્રગતિ કરે છે.

અને જો બંને અંકો વચ્ચે મિત્રતા હોય, તો પણ સારા પરિણામ મળે છે.

પરંતુ જો બંને અંકો એકબીજાના વિરોધી હોય, તો 30 પછી જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. 

આ પણ વાંચો: Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાએ સોનુ-ચાંદી ખરીદવાનું જાણીલો શુભ મુહૂર્ત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)