‘પંચક’ને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મે મહિનામાં પંચકની શરૂઆત થવાની છે, જેને જ્યોતિષીય ગણતરી મુજબ ‘રોગ પંચક’ કહેવામાં આવે છે. રવિવારે શરૂ થવાને કારણે તેને આરોગ્ય અને માનસિક શાંતિ માટે સંવેદનશીલ સમય માનવામાં આવે છે. આવો જાણીએ મે મહિનામાં પંચક ક્યારે છે અને આ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
પંચક શું છે?
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં ગતિ કરે છે ત્યારે તે સમયને પંચક કહેવામાં આવે છે. આ સમય કુલ 5 નક્ષત્રો ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતીમાં આવે છે. તેથી તેને પંચક એટલે કે પાંચનો સમૂહ કહેવામાં આવે છે.
મે 2026માં રોગ પંચક ક્યારે છે?
પંચાંગ મુજબ મે મહિનામાં પંચક 10 મે (રવિવાર) બપોરે 12 વાગ્યાની 12 મિનિટે શરૂ થશે. આ પંચક 5 દિવસ સુધી રહેશે અને તેનો અંત 14 મે ગુરુવારે રાત્રે 10 વાગ્યાની 34 મિનિટે થશે.
પંચકના અન્ય પ્રકાર
પંચકના કુલ 5 પ્રકાર હોય છે, જે અઠવાડિયાના દિવસ મુજબ નક્કી થાય છે:
રોગ પંચક (રવિવાર): આરોગ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે
રાજ પંચક (સોમવાર): સરકારી કામોમાં અવરોધ લાવે
અગ્નિ પંચક (મંગળવાર): આગ અથવા અકસ્માતનો ભય
ચોર પંચક (બુધવાર): ચોરી અથવા નુકસાનનો ભય
મૃત્યુ પંચક (શનિવાર): સૌથી અશુભ માનવામાં આવે છે આ પંચકને મડા પંચક કહેવામાં આવે
આ સમય દરમિયાન ખાસ સાવધાની રાખવી અને મહત્વના કામ ટાળવા શ્રેયસ્કર માનવામાં આવે છે.
આ પણ વાંચો: Shani Jayanti 2026: શનિ જયંતિ પર 13 વર્ષ પછી રચાશે દુર્લભ સંયોગ, આ રાશિ પર શનિદેવ મહેરબાન
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)