વૈદિક પંચાગ અનુસાર શ્રાવણ મહિનો અને પિતૃઓને અર્પણ હોવાથી ભાદરવો મહિનો ખુબજ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સાથે જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણનું વિશેષ સ્થાન છે. જો આ ગ્રહણ ભારતમાં દેખાય તો ગ્રહણ પહેલા શૂતકકાળ માન્ય રહે છે અને શૂતક કાળમાં કોઇ શુભ કાર્ય થતા નથી. આ વખતે પિતૃપક્ષની શરૂઆત 7 સપ્ટેમ્બરથી થવાની છે જેની સમાપ્તિ 21 સપ્ટેમ્બરે થશે. આ સાથે જ સપ્ટેમ્બરમાં 7 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ થશે અને 21 સપ્ટેમ્બરે સુર્ય ગ્રહણ થશે. આ ગ્રહણથી કેટલીક રાશિના જાતકોની કિસ્મત બદલાશે.
કુંભ રાશિ
સૂર્ય અને ચંદ્ર ગ્રહણ તમારા માટે લાભદાયક રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. રચનાત્મક કાર્યથી આગળ વધી શકશો. સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. માન-સન્માન વધશે, અટકેલા કામ થવા લાગશે. વેપારીઓને ફાયદો થશે. સુખ સુવિધામાં વધારો થશે. રોકાણથી લાભ થશે. અટકેલા કામ થવા લાગશે. જીવન વધુ સરળ બનશે. દુશ્મનોથી થતી મુશ્કેલી ઓછી થશે.
વૃષભ રાશિ
સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી વૃષભ રાશિને લાભ થશે. દરેક કામમાં સફળતા મેળવી શકશો. આવકના નવા સ્ત્રોત બનશે. રચાનાત્મક કાર્ય કરી શકશો. સપનાઓ સાકાર થશે. જૂના રોકાણથી લાભ થશે. પદોન્નતિ થશે. યોજનાઓ સાકાર કરી શકશો.
કર્ક રાશિ
ચંદ્ર અને સૂર્ય ગ્રહણથી સકારાત્મક સિદ્ધ થશે. આકસ્મિક ધનલાભ થશે. રોકાણથી લાભ થશે. નોકરી અને વેપારમાં પ્રગત્તિ થશે. માંગલિક કાર્ય કરી શકશો. ઇચ્છાઓની પૂર્તિ થશે. કાયદાકીય મામલાઓમાં આગળ વધી શકશો. રોકાણથી લાભ થશે. સડસડાટ પ્રગત્તિ કરી શકશો.