રાહુને  ખાસ કરીને  ભ્રમ, લાલચ, અચાનક ઘટનાઓ, પ્રવાસ, અનૈતિક કાર્યો, ટેકનિકલ ક્ષેત્ર, રાજકારણ, જુનૂની સ્વભાવ, અચાનક સફળતા, ઝડપથી ધનલાભ અથવા નુકસાન અને ત્વચા સંબંધિત રોગો સાથે જોડવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ મજબૂત કે નબળો હોય, તો જીવનના આ ક્ષેત્રોમાં સૌથી પહેલા ફેરફાર જોવા મળે છે.

જો કે, જેમની રાશિ પર રાહુ મહારાજ કૃપાળુ હોય છે, તેમને સંકટોમાંથી બચાવ પણ મળે છે. ચાલો જાણીએ કે કઈ 3 રાશિના જાતકો પર રાહુ ગ્રહની વિશેષ કૃપા વરસે છે.

મિથુન રાશિ (Gemini): રાહુની ઉચ્ચ રાશિ

મિથુન રાશિમાં રાહુને ઉચ્ચ માનવામાં આવે છે, એટલે કે અહીં તે સૌથી શક્તિશાળી સ્થિતિમાં હોય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ સમજદારી અને ચતુરાઈથી કામ કરે છે, જેના કારણે તે ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે અને જીવનમાં આગળ વધે છે.

કન્યા રાશિ (Virgo): રાહુની મિત્ર રાશિ

કન્યા રાશિને રાહુની મિત્ર રાશિ માનવામાં આવે છે. આ રાશિના લોકો પોતાના વિચારોમાં સ્પષ્ટ હોય છે, જેના કારણે તેઓ ઓછા ભૂલ કરે છે. તેમનો નિર્ણય ક્ષમતા મજબૂત હોય છે અને સફળતા મેળવવામાં રાહુ મદદરૂપ બને છે.

કુંભ રાશિ (Aquarius): રાહુની અનુકૂળ રાશિ

કેટલીક માન્યતાઓ અનુસાર કુંભ રાશિ રાહુ માટે અનુકૂળ ગણાય છે. આ રાશિના જાતકોને યોગ્ય સમય પર રાહુનો સાથ મળે છે. તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ મળે છે અને ક્યારેક અચાનક ધનલાભ અથવા સફળતા પણ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: Shani Gochar : 2027માં મેષ રાશિમાં શનિદેવ કરશે ગોચર, આ રાશિને પનોતીથી મળશે છુટકારો

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)