હાલમાં સૂર્યપુત્ર શનિ દેવ મીન રાશિમાં સ્થિત છે, જેના કારણે કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની સાડાસાતીનું પ્રથમ ચરણ ચાલી રહ્યુ છે. જ્યારે સિંહ અને ધનુ રાશિના જાતકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. પરંતુ 2027માં શનિ રાશિ પરિવર્તન કરશે, ત્યારબાદ આ સ્થિતિ બદલાશે.

શનિનુ ગોચર ક્યારે થશે?

પંચાંગ મુજબ હાલ શનિ દેવ મીન રાશિમાં છે અને 3 જૂન 2027ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓ અનુસાર શનિ લગભગ 30 વર્ષ બાદ મેષ રાશિમાં જઈ રહ્યા છે. મેષ શનિની નીચ રાશિ માનવામાં આવે છે, તેથી આ ગોચર ઘણી રાશિઓ માટે ખાસ બદલાવ લાવશે.

કઈ રાશિઓને મળશે રાહત?

કુંભ રાશિ

શનિ મેષમાં પ્રવેશ કરતા જ કુંભ રાશિની સાડેસાતી સમાપ્ત થશે અને આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે.

સિંહ અને ધનુ રાશિ

આ બંને રાશિઓને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે.

કઈ રાશિઓ પર શરૂ થશે  પ્રભાવ?

વૃષભ રાશિ

3 જૂન 2027થી વૃષભ રાશિ પર શનિની સાડેસાતી શરૂ થશે.

કન્યા અને મકર રાશિ

આ રાશિઓ પર શનિ ઢૈય્યા શરૂ થશે.

કઈ રાશિઓ માટે ખુલશે પ્રગતિના રસ્તા?

જ્યોતિષ મુજબ કુંભ, સિંહ અને ધનુ રાશિના જાતકો માટે 2027 રાહત અને પ્રગતિનું વર્ષ સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે, આવકમાં વધારો થશે, કારકિર્દીમાં નવા અવસર મળશે અને વેપારીઓને ખાસ લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને નવા કાર્યની શરૂઆતના યોગ બનશે.

શનિની સાડાસાતી અને ઢૈય્યાથી બચાવના ઉપાય

શનિવારે ખાસ ધ્યાન રાખો

દર શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. કાળા તલ અથવા અડદનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

હનુમાનજીની ઉપાસના

શનિવાર અથવા મંગળવારે હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરવો લાભદાયક માનવામાં આવે છે.

પીપળાના વૃક્ષની પૂજા

શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી પાણી અર્પણ કરવાથી સકારાત્મક ઊર્જા મળે છે.

આ પણ વાંચો: Grah Gochar: હોળી પહેલા ગ્રહોની મહાયુતિ, શુક્ર કરશે મીન રાશિમાં ગોચર

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)