ખાસ વાત એ છે કે કેટલીક રાશિઓ માટે આ સમય ધન, સફળતા અને પ્રગતિ લાવી શકે છે. જ્યોતિષીય દૃષ્ટિએ ફેબ્રુઆરી 2026નો મહિનો અત્યંત ખાસ રહેવાનો છે. આ સમયમાં ગ્રહોની ચાલ એવા સંયોગો સર્જી રહી છે, જે અનેક મોટા અને પ્રભાવશાળી રાજયોગોને જન્મ આપશે. સૌથી મહત્વની વાત એ છે કે શનિ પોતાની રાશિ કુંભમાં હોય ત્યારે એક સાથે સૂર્ય, મંગળ, બુધ અને શુક્રનો પ્રવેશ થશે. આ ચારેય ગ્રહોની સંયુક્ત સ્થિતિથી અનેક શુભ અને ફળદાયી યોગો સક્રિય બનશે.
3 ફેબ્રુઆરી 2026ના રોજ બુદ્ધિ અને વેપારના કારક ગ્રહ બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરી રાહુ સાથે યુતિ બનાવશે.
ફેબ્રુઆરીની શરૂઆતમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ બુદ્ધિ અને વેપારના કારક ગ્રહ બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરી રાહુ સાથે યુતિ બનાવશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ શુક્ર, 13 ફેબ્રુઆરીએ સૂર્ય અને 23 ફેબ્રુઆરી 2026ના રોજ મંગળ કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગ્રહોના રાશિ પરિવર્તનથી લક્ષ્મી નારાયણ યોગ, શુક્રાદિત્ય યોગ, આદિત્ય મંગળ યોગ, બુધાદિત્ય યોગ અને ચતુર્ગ્રહી યોગ જેવા શક્તિશાળી યોગ સર્જાશે.
ધન, વૈભવ, કારકિર્દી, પ્રતિષ્ઠા અને સફળતામાં વધારો
આ યોગ ધન, વૈભવ, કારકિર્દી, પ્રતિષ્ઠા અને સફળતામાં વધારો કરનારા માનવામાં આવે છે. ખાસ કરીને આ રાજયોગનો વિશેષ લાભ આ રાશિઓને મળવાનો છે, જેમના જીવનમાં આ સમયગાળામાં આર્થિક ઉન્નતિ, નવા અવસર અને સફળતાના માર્ગ ખુલશે.
ગજકેસરી યોગ, લક્ષ્મી નારાયણ યોગ, બુધ-આદિત્ય યોગ, શશ રાજયોગ અને અમલા યોગનો સમાવેશ
ફેબ્રુઆરી 2026માં બનનારા મુખ્ય રાજયોગોમાં ગજકેસરી યોગ, લક્ષ્મી નારાયણ યોગ, બુધ-આદિત્ય યોગ, શશ રાજયોગ અને અમલા યોગનો સમાવેશ થાય છે. આ બધા યોગ ધન, માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને સુખ-સુવિધાઓમાં વૃદ્ધિના કારક માનવામાં આવે છે. શનિ પોતાની રાશિ કુંભમાં હોય ત્યારે એક સાથે સૂર્ય, મંગળ, બુધ અને શુક્રનો પ્રવેશ થશે. આ યોગોની શક્તિ વધુ મજબૂત બનશે.
આ રાશિઓ પર થશે ધનનો વરસાદ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે ખૂબ મજબૂત રહેશે. અટકાયેલું ધન પાછું મળી શકે છે અને રોકાણમાંથી લાભ થશે.
મિથુન રાશિના લોકો માટે કારકિર્દીમાં મોટો મોકો મળી શકે છે. નવી નોકરી, પ્રમોશન અથવા વ્યવસાયિક સોદાથી સારો નફો થવાની સંભાવના છે.
સિંહ રાશિ માટે રાજયોગો ખાસ લાભદાયક સાબિત થશે. સમાજમાં માન-સન્માન વધશે અને આવકના નવા સ્ત્રોતો ખુલશે.
તુલા રાશિના જાતકોને ભાગીદારીના કામોમાં લાભ મળશે. લગ્નજીવન અને પરિવારિક જીવનમાં પણ સુખ-શાંતિ રહેશે.
મકર રાશિ માટે આ સમય ભાગ્ય ચમકાવનાર સાબિત થઈ શકે છે. સરકારી કામોમાં સફળતા અને મિલકત સંબંધિત મામલાઓમાં લાભ શક્ય છે.
આ પણ વાંચો: February 2026 Vrat Festival List: મહાશિવરાત્રિ, સૂર્ય ગ્રહણથી લઇને હોળાષ્ટક જાણીલો તહેવારોની યાદી
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)