21 જૂને જ્યારે ચંદ્રમા સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે મીન રાશિમાં સ્થિત શનિ સાથે સમસપ્તક યોગ બનાવશે. આ યોગના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ચાલો જાણીએ કઈ રાશિઓએ સાવચેત રહેવું જોઈએ.
સિંહ રાશિ
સમસપ્તક યોગના પ્રભાવથી તમારા જીવનમાં અચાનક ઉતાર-ચઢાવ આવી શકે છે. આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. અચાનક ખર્ચામાં વધારો થઈ શકે છે અને ઇચ્છા ન હોવા છતાં ખર્ચ કરવો પડી શકે છે. આ સમય દરમિયાન બચાવેલા ધનનો બિનજરૂરી ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સ્વાસ્થ્ય બાબતે પણ સાવચેત રહેવાની જરૂર છે. ગળા અને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શનિ-ચંદ્રના સમસપ્તક યોગના નકારાત્મક પ્રભાવથી બચવા માટે ભગવાન શિવની આરાધના કરવી શુભ માનવામાં આવે છે.
તુલા રાશિ
તમારા દ્વાદશ ભાવમાં ચંદ્રમાનું ગોચર થશે અને શનિ સાથે સમસપ્તક યોગ બનશે. 21 જૂન પછીના કેટલાક દિવસો સુધી ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે. ઉતાવળમાં કોઈપણ નાણાકીય નિર્ણય ન લો. જો રોકાણ કરવાની યોજના હોય તો થોડા દિવસ માટે મુલતવી રાખવી વધુ યોગ્ય રહેશે. વાહન ચલાવતી વખતે પણ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. માતા-પિતાએ બાળકોના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉપાય તરીકે હનુમાન ચાલીસાનો પાઠ કરવો લાભદાયી માનવામાં આવે છે.
મીન રાશિ
મીન રાશિના પ્રથમ ભાવમાં ચંદ્રમા અને સપ્તમ ભાવમાં શનિની સ્થિતિ પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પરિવાર સાથે વાતચીત કરતી વખતે શબ્દોનો ઉપયોગ ખૂબ વિચારપૂર્વક કરવો. વિવાહિત લોકોને પણ સંબંધોમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી જોઈએ. નોકરી અથવા રોજગારની શોધમાં રહેલા લોકોને પોતાના પ્રયત્નો વધુ વધારવાની જરૂર પડશે. ખોટી સંગતમાં પડીને સમય અને પૈસાનો બગાડ થઈ શકે છે. ઉપાય તરીકે ભગવાન વિષ્ણુની આરાધના કરવી શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Solar Eclipse 2026: ક્યારે થશે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે કે નહી?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)