જ્યારે આધુનિક જ્યોતિષ શાસ્ત્રમાં તેનું કારણ જ્યોતિષીય માનવામાં આવે છે. આવો જાણીએ આપણા શાસ્ત્રોમાં તેનું કારણ શું છે?

સેલ્ફી અને આત્મ-સન્માન

વારંવાર સેલ્ફી લેવાની આદત એ દર્શાવે છે કે વ્યક્તિને કોઈ ને કોઈ રીતે આત્મવિશ્વાસ અથવા બહારના લોકો પાસેથી સ્વીકૃતિ મેળવવાની જરૂરિયાત છે. સામાન્ય રીતે આ આત્મ-સન્માનની કમી દર્શાવે છે, જેનો સંબંધ સૂર્ય સાથે છે.

સૂર્ય સાથેનો સંબંધ

સૂર્ય ગ્રહ આત્મવિશ્વાસ અને આત્મ-સન્માનના કારક છે. જ્યારે વ્યક્તિનો સૂર્ય નબળો હોય છે ત્યારે તેની અંદરનો સાચો આત્મવિશ્વાસ ઘટી જાય છે. તેના અંદર એક ખાલીપો ઉભો થાય છે, જેને ભરવા માટે વ્યક્તિ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન અને પ્રશંસા મેળવવાનો પ્રયત્ન કરે છે. તે માટે વારંવાર સેલ્ફી ખેંચે છે. જોકે, તેના માટે સૂર્ય કરતાં બે ગ્રહ વધુ જવાબદાર માનવામાં આવે છે.

રાહુનો પ્રભાવ

વારંવાર સેલ્ફી લેવાની આદતનો સૂર્ય સાથે પરોક્ષ સંબંધ છે. તેના માટે સૌથી વધુ જવાબદાર ગ્રહ રાહુ અને ચંદ્ર છે. રાહુ ભ્રમ, દેખાવ, સોશિયલ મીડિયા અને આધુનિક ટેક્નોલોજીનો કારક ગ્રહ છે. રાહુના વધતા પ્રભાવથી વ્યક્તિ પોતાની વર્ચ્યુઅલ દુનિયા બનાવી લે છે અને પોતાને અન્ય લોકો કરતાં વધારે મહત્વનું માનવા લાગે છે. સેલ્ફી આ વિચારને સાચો સાબિત કરવાનો એક સરળ માધ્યમ બની જાય છે.

ચંદ્રમાની અસર

જે વ્યક્તિનો ચંદ્ર નબળો હોય છે, તે પોતાની ઓળખ અને ખુશી માટે સોશિયલ મીડિયા ના લાઇક્સ, કોમેન્ટ્સ અને શેર પર વધુ નિર્ભર બની જાય છે. ચંદ્ર મન, મગજ, ભાવનાઓ અને વિચારોના કારક છે. નબળા ચંદ્રના કારણે વ્યક્તિમાં અસુરક્ષાની ભાવના વધી જાય છે. આવા સમયે તેને લાગે છે કે સેલ્ફી એ આ સમસ્યાથી બહાર આવવાનો એક ઉપાય છે.

આ પણ વાંચો: Lucky Zodiac Signs: ગંગા દશેરા સાથે બુધનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિનો ભાગ્યોદય કોઇ રોકી નહી શકે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)