શનિ નિશ્ચિત સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે, જેના કારણે 12 રાશિના જાતકોના જીવન પર સકારાત્મક અથવા નકારાત્મક અસર જોવા મળે છે. શનિ અઢી વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે અને લગભગ 30 વર્ષ પછી ફરી એ જ રાશિમાં પરત આવે છે. તેથી શનિનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. હાલ શનિ મીન રાશિમાં સ્થિત છે.

ગુરુની રાશિમાં શનિના નિવાસથી કેટલીક રાશિઓ પર સાડેસાતી અને ઢૈયાનો પ્રભાવ છે. 11 માર્ચ, હોળી 2026 બાદ શનિ મીન રાશિમાં અસ્ત થશે. શનિના અસ્ત થવાથી દોષપ્રભાવમાં ઘટાડો થાય છે અને કેટલીક રાશિઓને વિશેષ લાભ મળી શકે છે.

દ્રિક પંચાંગ મુજબ શનિ 13 માર્ચ 2026, શુક્રવારે સાંજે 07:13 વાગ્યે મીન રાશિમાં અસ્ત થશે અને લગભગ 40 દિવસ પછી 22 એપ્રિલ 2026, બુધવારે સવારે 04:49 વાગ્યે ઉદય થશે. આ સમયગાળા દરમિયાન શનિ શુક્ર સાથે યૂતિ કરશે અને અસ્ત અવસ્થામાં બુધ, મંગળ અને સૂર્ય સાથે સંયોગ કરશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું ખાસ લાભકારી બની શકે છે. શનિ બારમા ભાવમાં છે અને સાડેસાતીનો પ્રથમ ચરણ ચાલી રહ્યો છે. અસ્ત થવાથી ખર્ચામાં ઘટાડો થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત મળી શકે છે. વિદેશ જવાની તક અથવા વિદેશી સ્ત્રોતોથી લાભ મળી શકે છે. મહેનતનું ફળ મળશે અને જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ઘટી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિ માટે શનિનું અસ્ત થવું શુભ છે. ઢૈયાનો પ્રભાવ ઓછો થઈ શકે છે. અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં લાભ મળી શકે છે. અચાનક ધનલાભ અને સન્માનમાં વધારો શક્ય છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે શનિ સાડેસાતીનુ અંતિમ ચરણ ચાલી રહ્યો છે. શનિના અસ્ત થવાથી અચાનક ધનલાભના યોગ બની શકે છે. વાણીના પ્રભાવથી સફળતા મળશે અને નવા સંપર્કો દ્વારા લાભ થશે.

આ પણ વાંચો: Holashtak 2026: હોળીના 8 દિવસ પહેલા બંધ કરીદો આ કામ, મળશે અશુભ પરિણામ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)