વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સુખ અને સમૃદ્ધિનો કારક શુક્ર વૈભવ આપનાર છે. 26 જુલાઇએ શુક્રએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હવે 12 ઓગસ્ટે શુક્ર પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે. પુનર્વસુ નક્ષત્રનો સ્વામી બૃહસ્પતિ છે. આ નક્ષત્ર રચનાત્મક અને આધ્યાત્મિક વિકાસનું પ્રતિક છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે અને બુધ બૌદ્ધિકતા અને સામાજીક રીતે વર્ચસ્વ ધરાવનાર ગ્રહ છે. શુક્રનું પુનર્વસુ નક્ષત્રમાં ગોચર શુભ ફળ આપશે.


મિથુન રાશિ

મિથુન રાશિમાં શુક્રના ગોચરની પ્રભાવક અસર જોવા મળશે. શુક્ર અને બૃહસ્પતિ ઉર્જાને પ્રભાવિત કરશે. રચનાત્મક કાર્યથી લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. ચારેબાજુથી પ્રગત્તિ થશે. રોકાણથી લાભ થશે. વેપારીઓને ફાયદો થશે. જીવનમાં પ્રગત્તિના દ્વાર ખુલશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. આ ગોચર દરમિયાન તમને અઢળક ફાયદો થશે. પુનર્વસુ નક્ષત્ર તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. પરિવારમાં સુખ-શાંતિ અને મધુરતા રહેશે. સંબંધોમાં વિશ્વાસ રહેશે. જુના રોકાણથી ફાયદો થશે. ઉત્તરોતર પ્રગતિના દ્વાર ખુલશે.

કન્યા રાશિ

સામાજીક પ્રાણ પ્રતિષ્ઠામાં વધારો થશે. સકારાત્મક ઉર્જા અનુભવશો. પ્રગત્તિના નવા દ્વાર ખુલશે. પ્રમોશન મળશે. નવી જવાબદારીઓ મળશે. કાર્યસ્થળે તમારી પ્રશંસા થશે. ફસાયેલા નાણા પરત મળશે. ઘણા સમયથી અટકેલા કામ થવા લાગશે. જીવનમાં મધુરતા છવાશે. નવા પ્રોજેક્ટથી કામમાં સફળતા મળશે. એકંદરે લાભ થશે. જીવન વધુ સરળ બનશે. તમારી પ્રશંસા થશે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: