અષાઢી ગુપ્ત નવરાત્રિનો આજે બીજો દિવસ છે. આજે બપોરે 12 કલાકે શુક્ર દેવ મેષ રાશિમાં રહીને નક્ષત્ર પરિવર્તન કર્યુ છે. આ સમયે શુક્ર કૃતિકા નક્ષત્રમાં હાજર છે. જ્યાં તેઓ 8 જુલાઇ સુધી રહેશે. કૃતિકા ત્રીજા નંબરનું નક્ષત્ર છે. જે અગ્નિ અને યજ્ઞનું નક્ષત્ર પણ માનવામાં આવે છે. જ્યારે તેના સ્વામી ગ્રહોના રાજા સૂર્ય છે. જે આત્મા, માન, સન્માન, પિતા, અધિકાર અને સરકારી કાર્યો જેવા ઉચ્ચ પદના દાતા છે.
શુક્રને સુખ, સમૃદ્ધિ, પ્રેમ, કળા, વૈભવ અને સુંદરતાનો દાતા માનવામાં આવે છે. આવો જાણીએ શુક્રનું ગોચર થવુ કઇ રાશિ માટે ફાયદાકારક હોઇ શકે,
મેષ રાશિ
શુક્ર હાલ મેષ રાશિમાં છે. તેઓએ આજે મેષ રાશિમાં રહીને જ કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. જે મેષ રાશિના જાતકો માટે લાભદાયી છે. યુવાનોને કરિયરમાં પ્રગતિ થશે.
પત્રકારત્વ, ફેશન, સંગીત અને એક્ટિંગ કે ડિઝાઇનિંગ સાથે જોડાયેલા છે તેઓનું સમાજમાં નામ થશે.
વિવાહિત જાતકોમાં પ્રેમ સંબંધોમાં મિઠાસ અને પોતાનાપણુ વધશે.
બીમારીઓથી મુક્તિ મળશે.
કર્ક રાશિ
શુક્ર દેવની વિશેષ કૃપાથી આ રાશિના લોકો તેમના ડ્રિમ બોયને મેળવી શકશે. શુક્ર દેવની કૃપાથી લગ્નજીવન સુખદ રહેશે. જીવનસાથી કોઈ સારા સમાચાર આપી શકે છે. વિદેશ જવા માટે આ યોગ્ય સમય છે. ઉદ્યોગપતિઓને આર્થિક સફળતા મળશે અને જૂના રોકાણોથી ફાયદો થશે. નોકરી કરતા લોકોને તેમની ઇચ્છિત કંપનીમાં નોકરી મળી શકે છે. દુકાનદારો ઇચ્છિત મિલકત ખરીદી શકે છે.
ઉપાય- ઘરમાં તુલસીનો છોડ લગાવો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ સાથે ધનનું દાન કરવું પણ શુભ રહેશે.
ભાગ્યશાળી દિશા- પૂર્વ
ધન રાશિ
શુક્રનું આ ગોચર ધનુરાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. ક્ષેત્રમાં પ્રગતિ થશે અને તમે સમાજમાં પ્રખ્યાત થશો. નોકરીમાં પ્રમોશન કે ટ્રાન્સફરની પણ શક્યતા છે. યુવાનોની નેતૃત્વ ક્ષમતામાં સુધારો થશે. કલા સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોની લોકપ્રિયતા વધશે. જો અપરિણીત લોકો લગ્ન માટે કોઈને મળવા જઈ રહ્યા હોય, તો વસ્તુઓ સારી થવાની સંભાવના છે.
ઉપાય- ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીની પૂજા કરો. સાંજે મંદિરમાં સેવા કરો. પૈસા અને કપડાંનું દાન કરવું તમારા માટે સારું રહેશે.
ભાગ્યશાળી દિશા- ઉત્તર
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથું કે તે સાચું અને સાબિત થયું છે. )