શુક્રને વૈભવકારક ગ્રહ કહેવામાં આવે છે. શુક્રના પ્રભાવથી ધન-વૈભવમાં વધારો થાય છે. શુક્ર ધન, પ્રેમ, વૈભવ, સુંદરતા, સમૃદ્ધિ, આનંદ, વાસના, કલા, સુખ અને સંગીતના દાતા છે. જે લોકોની કુંડળીમાં શુક્ર મજબૂત સ્થિતિમાં હોય છે, તેમને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. શુક્રના ગોચરની તમામ રાશિ પર અસર થાય છે જો કે જુલાઇમાં શુક્ર એક નહી પણ ત્રણ વખત ગોચર કરશે
શુક્ર ક્યારે ગોચર કરશે?
પંચાંગ મુજબ, 8 જુલાઈ 2025ના રોજ શુક્ર રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે 20 જુલાઈ સુધી રહેશે. 20 જુલાઈ 2025ના રોજ બપોરે શુક્ર રોહિણી નક્ષત્ર છોડીને મૃગશિરા (મૃગશિર્ષ) નક્ષત્રમાં પ્રવેશ કરશે. મહિનાના અંત પહેલા, ૨૬ જુલાઈના રોજ સવારે શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે.
સિંહ રાશિ
શુક્રનું ગોચર સિંહ રાશિના જાતકો માટે ખુશીઓ લાવશે. માનસિક તણાવ દૂર થશે. અટવાયેલા પૈસા પરત મળશે. સિંહ રાશિના લોકોને પ્રગતિ, પ્રમોશન અને નોકરીમાં નવી તકો મળશે. જીવનમાં ખુશી મળશે
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને આવતા મહિને શુક્રના ગોચરનો લાભ મળશે. કૌટુંબિક વિવાદોને ઉકેલવાના પ્રયાસો સફળ થશે. જો કાર્યસ્થળ પર કોઈ સાથીદાર સાથે વિવાદ ચાલી રહ્યો હોય તો તે સમાપ્ત થશે. આર્થિક દૃષ્ટિકોણથી, જુલાઈ મહિનો વેપારી અને નોકરી કરતા લોકોના હિતમાં રહેશે. તમારી સામે કોઈ મોટી નાણાકીય કટોકટી નહીં આવે.