આ ગ્રહ નિશ્ચિત સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે, જેના પ્રભાવ તમામ 12 રાશિઓના જીવન પર જોવા મળે છે. એપ્રિલ મહિનાના અંતમાં શુક્ર વૃષભ રાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં રહેશે. ત્યારબાદ 27 એપ્રિલે શુક્ર રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. ચંદ્રના સ્વામિત્વ ધરાવતા રોહિણી નક્ષત્રમાં શુક્રનો આ ગોચર ખાસ મહત્વનો માનવામાં આવે છે.
માલવ્ય રાજયોગ રચાશે
દ્રિક પંચાંગ મુજબ, શુક્ર 27 એપ્રિલે રાત્રે 09:08 વાગ્યે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 8 મે સુધી અહીં રહી પછી મૃગશિર્ષ નક્ષત્રમાં જશે. 27 નક્ષત્રોમાં રોહિણી ચોથું નક્ષત્ર છે અને તેનો સ્વામી ચંદ્ર છે. હાલ શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં છે, જેના કારણે માલવ્ય રાજયોગ પણ બની રહ્યો છે.
વૃષભ રાશિ પર અસર (Taurus)
શુક્ર આ રાશિના લાગ્ન ભાવમાં રહેશે, જેથી જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. આત્મવિશ્વાસ વધશે અને વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે. આર્થિક લાભના યોગ છે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. માન-સન્માન વધશે અને નવી યોજનાઓ સફળ બની શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે.
સિંહ રાશિ પર અસર (Leo)
શુક્ર ગોચર કુંડળીના અગિયારમા ભાવમાં રહેશે, જેના કારણે નોકરી અને વ્યવસાયમાં લાભ મળશે. કારકિર્દી મજબૂત બનશે અને કામની પ્રશંસા થશે. બેરોજગાર લોકોને નોકરી મળવાની શક્યતા છે. વેપારીઓને સારો નફો મળી શકે છે અને મોટી ડીલ પૂર્ણ થવાની શક્યતા છે.
મકર રાશિ પર અસર (Capricorn)
શુક્ર પંચમ ભાવમાં રહેશે, જે શિક્ષણ અને સંતાન માટે શુભ માનવામાં આવે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે અને ઉચ્ચ શિક્ષણ માટે સારા અવસર મળશે. આવકમાં વધારો થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે અને સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે.
આ પણ વાંચો: Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાએ સોના-ચાંદી સિવાય આ વસ્તુઓ ખરીદવી ખુબ શુભ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)