આ કારણે મીન રાશીમાં શુક્ર-શનિની યુતિ બનશે. આ ગોચર ખાસ માનવામાં આવે છે, કારણ કે મીન રાશીમાં શુક્ર ઉચ્ચ સ્થિતિમાં હોય છે. સાથે જ શુક્ર અને શનિ વચ્ચે મિત્રભાવનો સંબંધ પણ માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે, મીન રાશીમાં બનેલી શુક્ર-શનિ યુતિ ચાર રાશિઓ માટે ખૂબ લાભદાયી સાબિત થશે.

વૃષભ રાશિ

હોળી આસપાસ તમારા વ્યાવસાયિક જીવનમાં મોટા અને સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. કાર્યસ્થળે તમારી મહેનત અને કાર્યક્ષમતાની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રશંસા થશે. કેટલાક જાતકોને પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ભૌતિક સુખ-સુવિધાઓ પર ખર્ચ વધશે. આ સમયગાળા દરમિયાન કરેલું રોકાણ ભવિષ્યમાં મોટો લાભ અપાવી શકે છે.

મિથુન રાશિ

શુક્ર-શનિની યુતિ તમારા કર્મ ભાવમાં બનશે. આ સમયે તમે યોગ્ય દિશામાં પ્રયત્ન કરશો અને તેનો સારો પરિણામ મળશે. કાર્યસ્થળે મહેનતનું પૂરતું ફળ મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને ખર્ચમાં ઘટાડો થશે. કલા, અભિનય, સંગીત અથવા સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખાસ લાભદાયી રહેશે. માતા-પિતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે.

મકર રાશિ

મીન રાશીમાં બનેલી શુક્ર-શનિ યુતિ મકર રાશિના જાતકોને માલામાલ બનાવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને બચત પર ધ્યાન કેન્દ્રિત થશે. કેટલાક લોકો નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી શકે છે. આ સમયગાળામાં આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે તમારી વાતોને અસરકારક રીતે રજૂ કરી શકશો. પારિવારિક જીવનમાં નવી ખુશીઓ આવશે.

કુંભ રાશિ

કુંભ રાશિ માટે પણ આ યુતિ અત્યંત શુભ માનવામાં આવે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો હોળી આસપાસ પૂર્ણ થઈ શકે છે. તમારી યોજનાઓને ગતિ મળશે. પારિવારિક અથવા પિતૃક વ્યવસાયમાંથી સારો લાભ મળી શકે છે. પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક તણાવમાં ઘટાડો થશે.

આ પણ વાંચો: Mangal Rahu Yuti 2026: કુંભ રાશીમાં બનશે ખતરનાક અંગારક યોગ, આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન!

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)