વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોની ચાલ માનવ જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે. એપ્રિલની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિમાં એક મહત્વપૂર્ણ બદલાવ જોવા મળશે. પંચાંગ અનુસાર 2 એપ્રિલથી સૂર્ય અને મંગળનો ખાસ સંયોગ બનવાનો છે. આ સંયોગ મીન રાશિમાં બનશે. જ્યોતિષમાં આ સંયોગને ઊર્જા, સાહસ અને નેતૃત્વનું પ્રતિક માનવામાં આવે છે.

સૂર્ય આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને સત્તાના કારક 

સૂર્ય આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને સત્તાના કારક માનવામાં આવે છે, જ્યારે મંગળ સાહસ, પરાક્રમ અને કર્મનો ગ્રહ ગણાય છે. જ્યારે આ બંને ગ્રહોનું પ્રભાવ એકસાથે સક્રિય થાય છે ત્યારે કેટલીક રાશિના લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ ગ્રહ સંયોગનો સૌથી વધુ લાભ ધનુ, મીન, મિથુન અને કર્ક રાશિના લોકોને મળી શકે છે.

સૂર્ય અને મંગળના સંયોગનો જ્યોતિષીય અર્થ

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને મંગળનો સંયોગ ખૂબ શક્તિશાળી યોગ માનવામાં આવે છે. સૂર્ય આત્મા, નેતૃત્વ, આત્મવિશ્વાસ અને અધિકારનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે મંગળ ઊર્જા, સાહસ અને કાર્યક્ષમતાનું પ્રતિક છે. જ્યારે આ બંને ગ્રહો મીન રાશીમાં એકસાથે આવે છે ત્યારે વ્યક્તિના જીવનમાં વિશેષ ઊર્જા અને આધ્યાત્મિક અસર સર્જાય છે.

મીન રાશિ

મીન રાશિ જળ તત્વની અને ગુરુ બૃહસ્પતિની રાશિ છે, જે આધ્યાત્મિકતા, અંતરજ્ઞાન અને સંવેદનશીલતા સાથે જોડાયેલી છે. તેથી સૂર્ય અને મંગળનો અહીં સંયોગ બનવાથી વ્યક્તિમાં આધ્યાત્મિક જાગૃતિ અને અંતરજ્ઞાનની શક્તિ વધી શકે છે. ઘણા લોકોનું મન પૂજા-પાઠ, ધ્યાન અને ધાર્મિક કાર્યો તરફ વધુ આકર્ષિત થઈ શકે છે. સાથે સાથે નિર્ણય લેવાની ક્ષમતા, આત્મવિશ્વાસ અને સાહસમાં પણ વધારો થઈ શકે છે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે સૂર્ય અને મંગળનો સંયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી ચોથા ભાવમાં બનશે. આ સમય દરમિયાન કારકિર્દી અને વેપારમાં નવી તકો મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે અને આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેત મળશે.

મીન રાશિ

મીન રાશિના લોકો માટે આ સંયોગ ખૂબ સકારાત્મક રહી શકે છે, કારણ કે આ તમારી રાશિના લગ્ન ભાવમાં બનશે. આ સમય દરમિયાન સાહસ અને પરાક્રમમાં વધારો થશે અને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સૂર્ય અને મંગળનો પ્રભાવ કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરાવશે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી કર્મ ભાવમાં બનશે. આ સમય નવી યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ રહેશે.

આ પણ વાંચો: Basoda 2026: બસોડાના દિવસે શીતળા માતાને ઘરાવાય છે ઠંડુ જમવાનુ, જાણીલો શું છે માન્યતા

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)