ફેબ્રુઆરી મહિનામાં ગ્રહોના રાજા સૂર્યદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ માયાવી ગ્રહ રાહુ બિરાજમાન છે. સૂર્ય અને રાહુની યુતિથી અશુભ ગ્રહણ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગના કારણે કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે. ખાસ કરીને સ્વાસ્થ્ય અને ધનહાનિના યોગ પણ બની રહ્યા છે.

આવો જાણીએ કે કઈ 3 રાશિઓને ખાસ સાવચેત રહેવાની જરૂર છે.

કર્ક રાશિ

સૂર્ય અને રાહુના સંયોગથી બનતો ગ્રહણ યોગ કર્ક રાશિના જાતકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ યુતિ તમારી રાશિના અષ્ટમ ભાવમાં બનશે. આ સમયે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને હૃદયના દર્દીઓએ વધુ સાવચેતી રાખવી જોઈએ અને નિયમિત ચેકઅપ કરાવવો જોઈએ, કારણ કે સૂર્ય હૃદય સંબંધિત રોગો આપે છે. આ સમયગાળા દરમિયાન માનસિક તણાવ પણ વધી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે સૂર્ય અને રાહુની યુતિ હાનિકારક રહી શકે છે, કારણ કે આ યુતિ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં બનશે. આ સમયે કોર્ટ-કચેરીના કેસોમાં હાર મળી શકે છે. સાથે સાથે ગુપ્ત શત્રુઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. ગળા અને છાતી સંબંધિત સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે. રોકાણમાં નુકસાન થવાની શક્યતા છે. ઉપાય તરીકે આ સમયે માણિક્ય રત્ન ધારણ કરવું અને સૂર્યદેવને જળ અર્પણ કરવું લાભદાયી રહેશે.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે સૂર્ય અને રાહુની યુતિ અશુભ સાબિત થઈ શકે છે, કારણ કે આ દોષ તમારી ગોચર કુંડળીના બારમા ભાવમાં બનશે. આ દરમિયાન નકામા ખર્ચો વધશે, જેના કારણે તમારું બજેટ બગડી શકે છે. તમારા પર ખોટા આરોપો લાગી શકે છે, જેનાથી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે. પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા મળી શકે છે. સાથે જ, તમારા પર શનિની સાડેસાતી ચાલી રહી છે, તેથી આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો: Vastu Tips For Main Door: આ દિશામાં ઘરનું મુખ્ય દ્વાર હોય ખુબ શુભ, સમૃદ્ધિ ખેંચી લાવે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)