14 એપ્રિલે સવારે 09:38 વાગ્યે થનાર આ ગોચર 28 એપ્રિલ સુધી અસરકારક રહેશે. સૂર્ય આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સફળતાનું પ્રતિક છે. જ્યારે તે કેતુના અધિન અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે અચાનક પ્રગતિ, નવા માર્ગો અને જીવનમાં ઝડપથી બદલાવના યોગ બને છે. આવો જાણીએ કઈ રાશિઓ માટે આ ગોચર વધુ લાભદાયક રહેશે.
મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે
મેષ – મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે. તેમની અંદર નેતૃત્વ ક્ષમતા મજબૂત બનશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. કરિયરમાં આગળ વધવાના અવસર મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
મિથુન રાશિના લોકો માટે આ ગોચર આર્થિક મજબૂતી લાવી શકે
મિથુન – મિથુન રાશિના લોકો માટે આ ગોચર આર્થિક મજબૂતી લાવી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બનવાની શક્યતા છે. વ્યવસાયમાં ખાસ લાભ મળશે અને સંપર્કોથી ફાયદો થશે.
સિંહ રાશિના જાતકો માટે આ સમય ભાગ્ય મજબૂત બનાવશે
સિંહ – સિંહ રાશિના જાતકો માટે આ સમય ભાગ્ય મજબૂત બનાવશે. તેમને કામમાં વરિષ્ઠોનો સહકાર મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. પરિવાર સાથે સારો સમય વિતાવવાનો અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાનો મોકો મળશે.
મકર રાશિના લોકો માટે પણ આ ગોચર લાભદાયક રહેશે
મકર – મકર રાશિના લોકો માટે પણ આ ગોચર લાભદાયક રહેશે. ખાસ કરીને કરિયર અને સરકારી કામોમાં સફળતા મળશે. આવકમાં વધારો થઈ શકે છે અને નવા અવસર મળવાથી આર્થિક સ્થિતિ સુધરશે.
આ સમય દરમિયાન સકારાત્મક ઊર્જા વધારવા માટે કેટલાક સરળ ઉપાય કરી શકાય છે. રોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. સાથે જ સૂર્ય મંત્રનો જપ અને કેતુ શાંતિ માટેના ઉપાયો કરવાથી શુભ ફળોમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: Puja Ghar Vastu: પૂજા સફળ નથી થતી? ઘરના મંદિરમાં ન રાખશો આ સામાન લાગશે વાસ્તુદોષ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)