જ્યારે કોઈ મોટો ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેના સકારાત્મક તેમજ નકારાત્મક બંને પરિણામ જોવા મળી શકે છે. 15 માર્ચે સૂર્યદેવ મીન રાશીમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મવિશ્વાસ, નેતૃત્વ, પ્રતિષ્ઠા અને સરકારી કામકાજનો કારક માનવામાં આવે છે.
સૂર્યનું મીન રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે શુભ પરિણામ લાવી શકે છે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમય થોડો સાવધ રહેવાના સંકેત આપે છે. ખાસ કરીને મેષ, કર્ક, તુલા અને કુંભ રાશિના જાતકોને આ સમય દરમિયાન કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે આ ગોચર માનસિક તણાવ વધારી શકે છે. કામકાજમાં અવરોધ આવી શકે છે અને યોજનાઓ સમયસર પૂર્ણ ન થઈ શકે. ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, તેથી આર્થિક બાબતોમાં વિચારપૂર્વક નિર્ણય લેવો જરૂરી રહેશે. આ સમય દરમિયાન અનાવશ્યક વાદ-વિવાદથી દૂર રહેવું સારું રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ સમય ઉતાર-ચઢાવ ભરેલો રહી શકે છે. કાર્યક્ષેત્રમાં પડકારો સામે આવી શકે છે અને મહેનત મુજબ પરિણામ મળવામાં મોડું થઈ શકે છે. મુસાફરી દરમિયાન ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે. પરિવારનો કોઈ બાબતે તણાવ સર્જાઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે આરોગ્ય અંગે સાવચેત રહેવાની જરૂર છે. કામનો દબાણ વધીને થાક અનુભવાઈ શકે છે. નોકરી અથવા વેપાર સંબંધિત બાબતોમાં ધીરજ રાખવી જરૂરી રહેશે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારવું યોગ્ય રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે આ સમય આર્થિક બાબતોમાં સાવધાની રાખવાનો રહેશે. અચાનક ખર્ચ વધવાની શક્યતા છે, જેના કારણે બજેટ બગડી શકે છે. કાર્યક્ષેત્રમાં સ્પર્ધા વધવાની શક્યતા છે. જોકે ધીરજ અને સમજદારીથી કામ કરશો તો ધીમે ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવી શકે છે.
આ પણ વાંચો: Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ અને હિંદુ નવવર્ષની શરૂઆત, 89 વર્ષ બાદ દુર્લભ સંયોગ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)