જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહણને અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ રાહુ અને કેતુ જેવા છાયા ગ્રહો ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્રને ગ્રસે છે. જ્યારે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય છે અને થોડા સમય માટે સૂર્યનો પ્રકાશ આંશિક અથવા સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે, ત્યારે તેને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.


ધાર્મિક ગ્રંથોમાં કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ 

ધાર્મિક ગ્રંથોમાં સૂર્ય ગ્રહણ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. માન્યતા છે કે આ સમયે નકારાત્મક ઊર્જા વધી શકે છે, તેથી કેટલીક બાબતો ટાળવી જોઈએ.

સૂર્ય ગ્રહણ દરમિયાન શું ન કરવું?

ગ્રહણ દરમિયાન સૂર્યને ક્યારેય નરી આંખે ન જોવું. તેનાથી આંખોને ગંભીર નુકસાન થઈ શકે છે. ધાર્મિક માન્યતા મુજબ, ગ્રહણ સમયે ભોજન બનાવવું કે ખાવું ટાળવું જોઈએ. ગ્રહણ શરૂ થાય તે પહેલાં જ ભોજન તૈયાર કરી લેવું અને ગ્રહણ પૂર્ણ થયા પછી તાજું ભોજન લેવુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી. માન્યતા છે કે ગ્રહણ દરમિયાન બહાર જવું અથવા ધારદાર વસ્તુઓનો ઉપયોગ કરવાથી ગર્ભસ્થ શિશુ પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી તેમને ઘરમાં આરામ કરવો જોઈએ.

ઘણા મંદિરોમાં આ સમય દરમિયાન કપાટ બંધ રાખવામાં આવે

ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરવો અથવા નિયમિત પૂજા-પાઠ કરવો ટાળવો. ઘણા મંદિરોમાં આ સમય દરમિયાન કપાટ બંધ રાખવામાં આવે છે. ચાકૂ, કાતર, સોય-દોરા જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો. ગ્રહણ દરમિયાન ઊંઘવાનું ટાળવું. શુભ કાર્યો જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ અથવા નવી શરૂઆત પણ ન કરવી.

સૂર્ય ગ્રહણ દરમિયાન શું કરવું?

આ સમય આધ્યાત્મિક સાધના માટે વિશેષ માનવામાં આવે છે. મંત્ર જાપ, ધાર્મિક ગ્રંથોનું પાઠ અને ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ સમયે કરાયેલ જપ-તપનો અનેક ગણો લાભ મળે છે. ઘરમાં રાખેલા પકાવેલા ભોજન અને પાણીમાં તુલસીના પાન મૂકવાની પરંપરા છે. માન્યતા છે કે તુલસી પવિત્ર છે અને નકારાત્મક અસર ઘટાડે છે.

ગ્રહણ દરમિયાન મનને સકારાત્મક રાખવું જોઈએ. બિનજરૂરી ડર કે ચિંતા ન કરવી. આ એક પ્રાકૃતિક અને ખગોળીય ઘટના છે, તેથી ગભરાવાની જરૂર નથી.

આ પણ વાંચો: 

  • Follow us on: