જ્યોતિષ શાસ્ત્રમાં તેને સામાન્ય ઘટના માનવામાં આવતી નથી. તેથી જ જ્યોતિષાચાર્યો આ અવધિ દરમિયાન વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.

દ્રિક પંચાંગ અનુસાર, 17 ફેબ્રુઆરી 2026 ફાલ્ગુન અમાસ છે, જેને ભૌમવતી અમાસ પણ કહેવામાં આવે છે. આ જ તારીખથી પંચકની શરૂઆત પણ થશે. આ વખતે શરૂ થનાર પંચકને અગ્નિ પંચક કહેવામાં આવી રહ્યો છે.

પંચકની અવધિ

પંચકની શરૂઆત 17 ફેબ્રુઆરીની સવારે લગભગ 9 વાગ્યાની 30 મિનિટથી થશે અને 21 ફેબ્રુઆરી, શનિવારે પૂર્ણ થશે. પંચકની શરૂઆત મંગળવારે થતી હોવાથી તેને અગ્નિ પંચક કહેવામાં આવે છે. જ્યોતિષ માન્યતા મુજબ અગ્નિ પંચક દરમિયાન આગ, ગરમી અથવા અકસ્માત જેવી ઘટનાઓની સંભાવના વધુ રહે છે.

જાણકાર જ્યોતિષીથી સલાહ લેવી યોગ્ય

જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે જો કોઈ શુભ અથવા માંગલિક કાર્ય કરવાનું હોય તો પંચક શરૂ થાય તે પહેલાં અથવા પૂર્ણ થયા પછી કરવું ઉત્તમ ગણાય છે. જો મજબૂરીવશ પંચક દરમિયાન જરૂરી કામ કરવું પડે, તો પહેલાં જાણકાર જ્યોતિષીથી સલાહ લેવી યોગ્ય માનવામાં આવે છે.

સૂર્ય ગ્રહણ દરમિયાન શું કરવું અને શું નહીં

જે વિસ્તારોમાં ગ્રહણ દેખાય છે, ત્યાં જ્યોતિષ માન્યતાઓ મુજબ ગ્રહણકાળ દરમિયાન પૂજા-પાઠ અથવા શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ. ઘણા લોકો આ દરમિયાન ઘરના મંદિરને ઢાંકી દે છે અથવા બંધ રાખે છે. ગ્રહણ શરૂ થાય તે પહેલાં જમવાનું કરી લેવું યોગ્ય માનવામાં આવે છે, કારણ કે ગ્રહણ દરમિયાન ભોજન ન કરવાની પરંપરા છે.

આ પણ વાંચો: Malavya Rajyog 2026: 2 માર્ચથી આ ત્રણ રાશિને બખ્ખા, શુક્ર રચશે માલવ્ય રાજયોગ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)