આ યુતિ કેટલીક રાશિઓ માટે પડકારરૂપ બની શકે છે, તો કેટલીક રાશિઓ માટે ધન, કારકિર્દી અને પ્રગતિના નવા માર્ગો ખોલનારી સાબિત થશે. ખાસ વાત એ છે કે આ યુતિના પ્રભાવથી 4 રાશિઓમાં ધનની આવક વધવાના પ્રબળ યોગ બની રહ્યા છે.


સૂર્ય આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સરકારી ક્ષેત્રનો કારક ગ્રહ છે, જ્યારે રાહુ અચાનક બદલાવ, વિદેશ, ટેક્નોલોજી અને અનાપેક્ષિત લાભનું પ્રતિક છે. જ્યારે આ બંને ગ્રહ સાથે આવે છે, ત્યારે વ્યક્તિને નવા અવસર મળે છે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં જોખમ અને નવીનતા સામેલ હોય.

મેષ રાશિ

મેષ રાશિવાળાઓ માટે આ યુતિ આર્થિક રીતે શુભ રહેશે. નોકરીપેશાઓને પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને નવા ક્લાયન્ટ અને મોટા ઓર્ડર મળવાના યોગ છે. રોકાણમાંથી પણ લાભ શક્ય છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે સૂર્ય–રાહુ યુતિ વિદેશ સાથે સંબંધિત કાર્યોમાં લાભ અપાવશે. આવકના નવા સ્ત્રોતો ઊભા થશે અને અટકેલું ધન પાછું મળવાની શક્યતા છે. મીડિયા, ટેક્નોલોજી અને ઑનલાઈન કામ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે.

તુલા રાશિ

તુલા રાશિવાળાઓ માટે આ સમય આર્થિક મજબૂતી લઈને આવશે. ભાગીદારીમાં કરેલા કામમાંથી નફો મળશે. લગ્ન અથવા પરિવારના સહયોગથી પણ ધનલાભના સંકેત છે. સામાજિક માન-સન્માનમાં વધારો થશે.

મકર રાશિ

મકર રાશિ માટે આ યુતિ કારકિર્દીમાં મોટો ફેરફાર લાવી શકે છે. નવી નોકરી અથવા ઉચ્ચ પદની પ્રાપ્તિ શક્ય છે. સરકારી કામોથી લાભ અને લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થવાના યોગ છે, જેના કારણે ધનની આવક વધશે.

આ સમયગાળા દરમિયાન અહંકાર અને ઉતાવળથી બચવું જરૂરી છે. યોગ્ય આયોજન અને મહેનત સાથે કામ કરશો તો સૂર્ય-રાહુની આ યુતિ ઘણી રાશિઓ માટે આર્થિક ઉન્નતિનો સુવર્ણ અવસર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Trigrahi Yog : એક સદી પછી સૂર્ય, શુક્ર અને રાહુનો ત્રિગ્રહી યોગ, આ રાશિના જાતકોનો સુવર્ણ સમય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

  • Follow us on: