રવિવાર, મંગળવાર અને શનિવારે દ્વિતીયા, સપ્તમી અથવા દ્વાદશી તિથિ સાથે કેટલાક વિશેષ નક્ષત્રોનો સંયોગ થાય જેમકે કૃત્તિકા, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગુની, વિશાખા, ઉત્તરષાઢા, પૂર્વાભાદ્રપદ ત્યારે ત્રિપુષ્કર યોગ રચાય છે. આમાંથી કોઈ એક વાર (રવિવાર, મંગળવાર અથવા શનિવાર), કોઈ એક તિથિ (દ્વિતીયા, સપ્તમી અથવા દ્વાદશી) અને ઉપરોક્ત નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્રનો એકસાથે સંયોગ થાય ત્યારે ત્રિપુષ્કર યોગ બને છે.
ત્રિપુષ્કર યોગને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે
જ્યોતિષ શાસ્ત્રમાં ત્રિપુષ્કર યોગને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. માન્યતા મુજબ આ યોગ દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યોનું ફળ અનેક ગણું વધીને પ્રાપ્ત થાય છે. તેથી નવા કાર્યની શરૂઆત, રોકાણ, સંપત્તિ ખરીદી, ધાર્મિક અનુષ્ઠાન અને અન્ય શુભ કાર્યો માટે આ યોગ વિશેષ શુભ માનવામાં આવે છે.
ત્રિપુષ્કર યોગની અસર
16 જૂનના રોજ બનનારા ત્રિપુષ્કર યોગની અસરથી અનેક રાશિના લોકોને લાભ મળવાની સંભાવના છે. ખાસ કરીને મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ માટે આ યોગ શુભ માનવામાં આવે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને આ યોગના પ્રભાવથી આર્થિક લાભ મળી શકે છે. રોકાણ માટે સમય અનુકૂળ રહેશે અને કરેલા રોકાણમાંથી સારો નફો મળવાની શક્યતા છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ઊર્જાનો અનુભવ થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે આ યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. જીવનમાં પ્રગતિના નવા અવસરો મળશે. આર્થિક સફળતા પ્રાપ્ત થશે અને માન-સન્માનમાં વધારો થઈ શકે છે. પરિવારના જીવનમાં ખુશીઓનું આગમન થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે ત્રિપુષ્કર યોગ શુભ અને લાભકારી માનવામાં આવે છે. ધનલાભના યોગ બની શકે છે. સાથે જ જ્ઞાન, બુદ્ધિ અને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ રહેશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે ત્રિપુષ્કર યોગ ખૂબ લાભદાયક બની શકે છે. આર્થિક સફળતા પ્રાપ્ત થશે અને પિતૃ સંપત્તિમાંથી લાભ મળવાની સંભાવના છે. આ યોગ બાદ જીવનમાં સફળતાના નવા માર્ગ ખુલતા જોવા મળી શકે છે.
ત્રિપુષ્કર યોગનો આ રાશિ પર પ્રભાવ
ત્રિપુષ્કર યોગનો સકારાત્મક પ્રભાવ ખાસ કરીને મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ પર જોવા મળી શકે છે. આ શુભ યોગના કારણે ધન, સફળતા, પ્રગતિ અને સુખ-સમૃદ્ધિના યોગ બનવાની શક્યતા છે.
આ પણ વાંચો: Chanakya Niti: ઈર્ષાળુ અને બળતરેલ સગા-સંબંધીઓની આ રીતે બોલતી કરી દો બંધ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)