આ દિવસે ઘરે હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી તમામ અડચણો દૂર થાય છે અને મનની ઇચ્છાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને પંચમુખી હનુમાનની તસવીર અથવા પ્રતિમા સ્થાપિત કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. પંચમુખી હનુમાનજીના પાંચ મુખ હનુમાન, નરસિંહ, ગરુડ, વરાહ અને હયગ્રીવ વિવિધ દિશાઓમાં રક્ષા અને શક્તિનું પ્રતિક છે. આ સ્વરૂપ નકારાત્મક ઊર્જાને દૂર કરીને ઘરમાં સુખ-શાંતિ જાળવે છે.
સ્થાપના માટે સૌપ્રથમ ઘરના પૂજા સ્થાન અથવા ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) દિશાની પસંદગી કરો
સ્થાપના માટે સૌપ્રથમ ઘરના પૂજા સ્થાન અથવા ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) દિશાની પસંદગી કરો. આ સ્થળને સાફ અને સ્વચ્છ રાખો અને લાલ અથવા પીળા કપડાનું આસન બિછાવો. ત્યારબાદ પંચમુખી હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો. ધ્યાન રાખો કે હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ હોવુ જોઈએ, જેથી તેઓ નકારાત્મક શક્તિઓથી રક્ષા કરી શકે.
અગરબત્તી કરો અને સિંદૂર, ચમેલીનું તેલ અર્પણ કરો
સ્થાપના સમયે દીવો પ્રગટાવો, અગરબત્તી કરો અને સિંદૂર, ચમેલીનું તેલ, ફૂલ અને ગોળ-ચણા અર્પણ કરો. ત્યારબાદ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો. નિયમિત પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાય રહે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાનજીની તસવીર ઘરના પ્રવેશ દ્વાર પાસે લગાવવાથી પણ લાભ મળે છે. તેનાથી ખરાબ નજર અને નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી. સાથે સાથે આ ઉપાય આર્થિક સમસ્યાઓ અને વાસ્તુ દોષ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
હનુમાન જન્મોત્સવના દિવસે આ રીતે પંચમુખી હનુમાનજીની સ્થાપના કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાના રસ્તા ખુલ્લા થાય છે. આ ઉપાય આધ્યાત્મિક પ્રગતિ સાથે ઘરને સુરક્ષિત અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર બનાવે છે.
આ પણ વાંચો: Neelam Ratna: આવું નિલમ ધારણ કરવાથી થાય ભયંકર નુકસાન, આર્થિક પાયમાલી નોતરે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)