આ વર્ષની ખાસ વાત એ છે કે આ વર્ષે 12 નહીં પરંતુ 13 મહિના હશે. જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષને રૌદ્ર સંવત્સર તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ કેલેન્ડરમાં દરેક નવા વર્ષને એક વિશેષ નામ આપવામાં આવે છે, જે તેના સંભવિત પ્રભાવોને દર્શાવે છે. આ સંવત્સર લગભગ 54 વર્ષ પછી બન્યો છે અને તેનો સંબંધ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેથી આ વર્ષે મોંઘવારી, પ્રાકૃતિક આફતો, રાજકારણમાં બદલાવ અને સમાજમાં તણાવ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે એવી માન્યતા છે.
કોણ હશે રાજા અને મંત્રી?
સંવત 2083માં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ રાજા અને મંગળ મંત્રી રહેશે. ગુરુ બૃહસ્પતિ સકારાત્મક ઊર્જા અને આધ્યાત્મિકતા વધારશે, જ્યારે મંગળ અગ્નિના કારક હોવાથી ક્રોધ, ઉર્જા અને આક્રમકતા વધારી શકે છે.
દેશ-દુનિયા પર અસર
મંગળના પ્રભાવથી આ વર્ષે તણાવ અને અથડામણ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશો વચ્ચે તણાવ વધવાની શક્યતા છે અને રાજકીય દબાણ વધી શકે છે.
પ્રાકૃતિક આફતો જેમ કે આગ, દુષ્કાળ, ભૂકંપ અથવા ઓછા વરસાદ જેવી પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે, જેના કારણે મોંઘવારી વધવાની શક્યતા છે.
તમામ રાશિ પર અસર
મેષ રાશિ: આ રાશિના જાતકો માટે વર્ષ અનુકૂળ રહેશે. ગુરુના પ્રભાવથી પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે
વૃષભ રાશિ: આ વર્ષ સકારાત્મક પરિણામ લાવનાર સાબિત થશે અને જીવનમાં પ્રગતિના સંકેત મળશે
મિથુન રાશિ: આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ મનમાં થોડી ગૂંચવણ રહેશે
કર્ક રાશિ: નવા અવસર મળશે અને સમય જતાં મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થતી જશે
સિંહ રાશિ: આ વર્ષે મિશ્ર પરિણામ મળશે, પરંતુ ડિસેમ્બર પછી પરિસ્થિતિમાં સુધારો આવશે
કન્યા રાશિ: આ વર્ષ ખૂબ શુભ રહેશે અને સમૃદ્ધિ લાવશે
તુલા રાશિ: સંપત્તિ, ઘર અથવા જીવનમાં મોટા બદલાવના યોગ બનશે, પરંતુ સાવચેતી રાખવી જરૂરી રહેશે
વૃશ્ચિક રાશિ: વર્ષની શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવશે, પરંતુ આગળ જઈને રાહત મળશે
ધન રાશિ: સંઘર્ષ રહેશે, છતાં હિંમત અને આત્મવિશ્વાસ જળવાઈ રહેશે
મકર રાશિ: નવા અવસર અને આત્મનિર્ભરતા વધારનાર વર્ષ રહેશે
કુંભ રાશિ: આ વર્ષે મોટી રાહત મળશે અને ઘણા સમયથી ચાલતુ દબાણ ઓછુ થશે
મીન રાશિ: શરૂઆતમાં પડકારો આવશે, પરંતુ સમય જતાં પરિસ્થિતિ તમારા પક્ષમાં સુધરશે
આ પણ વાંચો: Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રિએ કરીલો આ શાસ્ત્રોક્ત ઉપાય, મનોકામના પૂર્ણ કરશે માતાજી
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)