જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યતિપાત યોગને અશુભ યોગ માનવામાં આવે છે. આ યોગના કારણે કેટલીક રાશિના જાતકોને વિવિધ પડકારો અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને આ રાશિઓ પર તેની નકારાત્મક અસર વધુ જોવા મળી શકે છે.


વૃષભ રાશિ (Taurus)

કોઈ નજીકના વ્યક્તિના લગ્ન પ્રસંગમાં હાજર ન રહી શકવાને કારણે પરિવારજનો તમારાથી નારાજ થઈ શકે છે. તેમની કડવી વાતો સાંભળવી પડી શકે છે. આ ઉપરાંત આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે અને આંખોમાં બળતરાની સમસ્યા પણ સતાવી શકે છે.


મિથુન રાશિ (Gemini)

તમારા માતા-પિતા તમારાથી નારાજ થઈ શકે છે, જેને મનાવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. કામકાજમાં અડચણો આવવાને કારણે માનસિક તણાવ વધી શકે છે. આ સમય દરમિયાન ખોટી સંગતથી પણ સાવચેત રહેવાની જરૂર રહેશે.

સિંહ રાશિ (Leo)

ઘરના વડીલ સભ્યની તબિયત ખરાબ થવાથી તમે ચિંતિત રહી શકો છો. અપેક્ષા કરતાં વધુ ખર્ચ થવાની શક્યતા છે. મિલકત ખરીદવા કે વેચવાના પ્રયાસોમાં સફળતા ન મળવાની સંભાવના છે. પ્રેમ સંબંધોમાં પણ મતભેદ અથવા અંતર આવી શકે છે.


મકર રાશિ (Capricorn)

જો તમે પોતાનો વ્યવસાય ચલાવતા હોવ તો વેપારમાં મંદી આવી શકે છે. નોકરી કરતા લોકોને પણ કાર્યસ્થળે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાનમાં દુખાવાની સમસ્યા સતાવી શકે છે અને સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે.

આ પણ વાંચો: Ruchak Rajyog 2026: મંગળના ગોચરથી રચાશે રૂચક રાજયોગ, આ રાશિની તકદીર બદલાશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: