મે મહિનામાં એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ જ્યોતિષીય સંયોગ બનવા જઈ રહ્યો છે, જેને વ્યતિપાત યોગ કહેવામાં આવે છે. 27 મેના રોજ સૂર્ય અને ચંદ્રની વિશેષ સ્થિતિને કારણે આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષીય ગણતરી મુજબ, જ્યારે સૂર્ય અને ચંદ્ર એકબીજાના બરાબર સામસામે એટલે કે 180 ડિગ્રીની સ્થિતિમાં આવે છે, ત્યારે આ ઊર્જાવાન અને તણાવપૂર્ણ યોગ બને છે.
આ વર્ષે આ યોગ 27 મે સવારે 3 વાગ્યાથી શરૂ થઈ 30 મે સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ નવા અથવા શુભ કાર્યની શરૂઆત કરવાથી બચવું જોઈએ.
શું હોય છે વ્યતિપાત યોગ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે સૂર્ય અને ચંદ્ર એકબીજાના વિરુદ્ધ સ્થિત થાય છે ત્યારે વ્યતિપાત યોગ બને છે. આ સમયે બ્રહ્માંડમાં ઊર્જાનો પ્રવાહ ઘણો બદલાઈ જાય છે, જેના કારણે માનસિક તણાવ અને કામોમાં વિલંબ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ દરમિયાન પરંપરાગત રીત-રિવાજો અથવા નક્કી કરેલા કાર્યક્રમોમાં અડચણો આવી શકે છે.
આ 3 રાશિઓએ ખાસ સાવધાન રહેવું પડશે:
1. વૃષભ રાશિ (Taurus):
વૃષભ રાશિના જાતકો માટે આ સમય થોડો પડકારજનક રહી શકે છે. વ્યતિપાત યોગ દરમિયાન આર્થિક નિર્ણયોમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે. પૈસાની લેવડદેવડ અથવા કોઈપણ મોટું રોકાણ કરવાથી બચો. આ સમય દરમિયાન ધીરજ જાળવવી તમારા માટે સૌથી મોટો ઉપાય સાબિત થશે.
2. સિંહ રાશિ (Leo):
સિંહ રાશિના જાતકોને આ દરમિયાન કાર્યક્ષેત્રમાં ખૂબ જ સંભાળીને કામ કરવાની સલાહ આપવામાં આવે છે. ઓફિસમાં સહકર્મીઓ અથવા સિનિયર્સ સાથે મતભેદ અથવા વિવાદ થવાની શક્યતા છે. કોઈપણ આર્થિક નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી રહેશે.
3. કન્યા રાશિ (Virgo):
કન્યા રાશિના જાતકો માટે વાણી પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી રહેશે. આ સમય દરમિયાન તમારી સામાન્ય વાતનું પણ મોટું વિવાદમાં રૂપાંતર થઈ શકે છે. કોઈપણ પરિસ્થિતિમાં તરત પ્રતિક્રિયા આપવાથી બચવું જોઈએ
આ પણ વાંચો: Malmas 2026: શું ખરેખર મલમાસ છે મલિન કે અપવિત્ર મહિનો? જાણીલો પુરુષોત્તમ માસનું મહત્ત્વ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)