અંકશાસ્ત્ર (Numerology) મુજબ, વ્યક્તિની જન્મ તારીખ તેના સ્વભાવ, કારકિર્દી અને નિર્ણયો પર ઊંડી અસર કરે છે. ખાસ કરીને નાણાકીય વ્યવસ્થાપન (Financial Management) ની વાત આવે ત્યારે અમુક ચોક્કસ મૂળાંક ધરાવતી સ્ત્રીઓ અન્ય કરતા વધુ કુશળ સાબિત થાય છે. તેઓ માત્ર બચત જ નથી કરતી, પણ રોકાણ અને સંપત્તિ વધારવામાં પણ નિષ્ણાત હોય છે. ચાલો જાણીએ એવા જ કેટલાક ખાસ મૂળાંક વિશે:

મૂળાંક 1: નેતૃત્વ અને વ્યૂહરચના (તારીખ: 1, 10, 19, 28)

જે સ્ત્રીઓનો મૂળાંક 1 છે, તેઓ સ્વભાવે લીડર હોય છે. તેઓ પૈસાની બાબતમાં ખૂબ જ વ્યૂહાત્મક અને ગણતરીપૂર્વક જોખમ લેનારી હોય છે. તેમનું બિઝનેસ માઇન્ડ લાંબા ગાળાના આર્થિક લાભને ઓળખી લે છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેઓ વ્યવસાયિક સૂઝબૂઝ અને મજબૂત નાણાકીય સ્થિતિ માટે જાણીતા છે.

મૂળાંક 5: વ્યવહારુ અને રોકાણકાર (તારીખ: 5, 14, 23)

કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે જન્મેલી સ્ત્રીઓ ખૂબ જ વ્યવહારુ હોય છે. તેઓ બિનજરૂરી ખર્ચ ટાળે છે અને રોકાણના નવા રસ્તાઓ શોધવામાં માહેર હોય છે. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ મૂળાંક ધરાવે છે. દીપિકાએ માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ અનેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરીને પોતાની આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનાવી છે.

મૂળાંક 8: સંતુલન અને સંપત્તિ (તારીખ: 8, 17, 26)

મૂળાંક 8 ધરાવતી સ્ત્રીઓ વૈભવી જીવન પસંદ કરે છે, પરંતુ તેઓ શિસ્તબદ્ધ રોકાણકાર પણ હોય છે. તેઓ બચત અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવામાં પારંગત હોય છે. બિઝનેસ વુમન અને સંગીતકાર અનન્યા બિરલા આનું ઉદાહરણ છે, જેઓ નાની ઉંમરે મજબૂત સંપત્તિ વ્યવસ્થાપન માટે ઓળખાય છે.

મૂળાંક 4: તકવાદી અને ઉત્સાહી (તારીખ: 4, 13, 22, 31)

મૂળાંક 4  ધરાવતી સ્ત્રીઓ કારકિર્દીમાં નવી તકો ઝડપી લેવામાં માહેર હોય છે. તેઓ પૈસા કમાવવાના અવનવા રસ્તા શોધી કાઢે છે. જોકે, ક્યારેક તેઓ આવેગમાં આવીને ખર્ચ કરી બેસે છે. જો તેઓ પોતાના આ સ્વભાવ પર કાબૂ રાખે, તો તેઓ અઢળક સંપત્તિના માલિક બની શકે છે. આઈપીએલ ટીમની માલિક અને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા આ અંકનું ઉદાહરણ છે.

આ પણ વાંચોઃ Vastu Upay:સવારે ઉઠતાની સાથે કરો છો આ 3 ભૂલો? તો રોકાઇ શકે છે તમારી પ્રગતિ