• દિવાળીમાં આ વખતે ધનતેરસથી ભાઈબીજ સુધીના તમામ તહેવારોની તિથિ બપોર પછીની
  • આ દિવસો દરમિયાન થતી તમામ પૂજાવિધિ બપોર પછી કરવાનાં મુહૂર્ત છે
  • દિવાળી પછી પડતર દિવસ બાદ બેસતું વર્ષ અને ભાઈબીજ એક જ દિવસે મનાવાશે

દિવાળીને આડે ફકત ગણતરીના દિવસ જ રહ્યા છે. વિ.સં.2080ને વધારે લાભદાયી, યશસ્વી તથા શુકનવંતી બનાવવા માટે શુભ મૂહુર્ત નીચે મુજબ છે. શુભ મુહૂર્તમાં વેપારી વર્ગ વિ.સં. 2079ના વર્ષ માટે ચોપડા નોંધાવશે અને ખરીદી પણ કરશે. વેપારીએ શુકનના ચોપડાની ખરીદી કરવા જતાં પહેલાં શુકનનાં ગોળ-ધાણાખાઈને રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણેશજીને ઘીનો દીવો પ્રગટાવવો અને દર્શન કર્યાં પછી જ ચોપડાનો ઓર્ડર નોંધાવવો કે ચોપડા લેવા માટે જવું. મોટી સંખ્યામાં વેપારીઓ ચોપડાપૂજા કરે છે.

ચોપડા નોંધાવવા, ખરીદવા, વાહનોની પૂજા માટેનાં શુભ મુહૂર્ત રહેશે

આ વર્ષે નૂતન વર્ષ લાભપાંચમ મુહૂર્તમાં વેપારીઓ પેઢીનું મુહૂર્ત શુભ ચોઘડિયામાં કરશે. ચોપડા નોંધાવવા, ખરીદવા, વાહનોની પૂજા માટેનાં શુભ મુહૂર્ત રહેશે. શમી, શાસ્ત્ર, ઘોડા તથા વાહન વગેરે પૂજનનો ઉત્તમ દિવસ તેમજ ચોપડા નોંધાવવા કે ખરીદવા કે કોઈપણ નવા કાર્યનો શુભારંભ કરવા માટે અતિઉત્તમ દિવસ નવા વર્ષના ચોપડા ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત કહી શકાય. આ મુહીર્ત વર્ષમાં એક જ વાર દિવાળી પહેલા આ રીતે આવતુ હોવાથી ખરીદી માટે શ્રેષ્ઠ ગણાય છે. 

4 નવેમ્બર, શનિવાર પુષ્ય નક્ષત્ર

આ દિવસે ચોપડા ખરીદવા માટે મુહૂર્ત છે

નવા વર્ષે ચોપડા ખરીદવાના શ્રેષ્ઠ મુહૂર્ત

શનિવાર 4 નવેમ્બર બપોરે 12.30થી 4.30 સાંજે 06.00થી 07.30

રવિવાર 5 નવેમ્બર  સવારે 08.30થી 10.30

નવા વર્ષે ચોપડા ખરીદવાના શ્રેષ્ઠ મુહૂર્ત 10 નવેમ્બર, શુક્રવાર, ધનતેરસ

આસો વદ બારસે બપોરે 12.37થી ધનતેરસ શરૂ થશે. આ સમય બાદથી ધન્વંતરિજયંતી શરૂ થશે. દીપદાન, ધનપૂજા, શ્રીયંત્રની પૂજા, ચોપડાની ખરીદી, ગાદી બિછાવવા માટે શુભ દિવસ.

11 નવેમ્બર, શનિવાર કાળીચૌદશ

આસો વદ ચૌદશે બપોરે 1.58 વાગ્યાથી કાળીચૌદશ, એટલે કે નરકરૂપ ચૌદશની શરૂઆત થશે. આ ઉપરાંત યમદીપદાન, કાળભૈરવપૂજન, તાંત્રિક પૂજા, હનુમાનજી, શનિદેવ, બટુક ભૈરવ, ગણોની પૂજા માટે મહત્ત્વનો દિવસ.

12 નવેમ્બર, રવિવાર દિવાળી

આસો વદ અમાસે બપોરે 12:45થી દિવાળી. ત્યાર બાદ પૂજા કરી શકાય. દીપપૂજા, ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન, શારદાપૂજન કરી શકાશે. સ્વાતિ નક્ષત્રયુક્ત અમાસ છે.

13, નવેમ્બર, સોમવાર, પડતર દિવસ

બપોર 2:57 સુધી અમાસ છે, ત્યાર બાદ પડતર દિવસ છે.

14 નવેમ્બર, મંગળવાર બેસતું વર્ષ

કારતક સુદ એકમે સવારે ઉદિત તિથિથી બપોરે 1.35 વાગ્યા સુધી. વેપાર-વ્યવસાય, ધંધાનું નવા વર્ષમાં મુહૂર્ત કરી શકાય છે.

18 નવેમ્બર, શનિવાર, લાભપાંચમ

વેપાર કાર્ય પ્રારંભ દિવસ, શ્રી પંચમી, પાંડવપંચમી, સૌભાગ્ય જ્ઞાનપંચમી, મશીનરી પ્રારંભ દિવસ

દિવાળીમાં આ વખતે ધનતેરસથી ભાઈબીજ સુધીના તમામ તહેવારોની તિથિ બપોર પછીની જ છે, એટલે કે આ દિવસો દરમિયાન થતી તમામ પૂજાવિધિ બપોર પછી કરવાનાં મુહૂર્ત છે. બીજી તરફ, દિવાળી પછી પડતર દિવસ બાદ બેસતું વર્ષ અને ભાઈબીજ એક જ દિવસે મનાવાશે. સ્વાતિ નક્ષત્રયુક્ત અમાસ રવિવારે બપોરે સુધી આવશે. આવા શાસ્ત્રોકત યોગને કારણે દિવાળી બાદ પડતર દિવસનો સંયોગ થાય છે, જેથી આ વર્ષે પણ દિવાળીની ઉજવણી બાદ પડતર દિવસે વિશ્રામનું વાતાવરણ સર્જાશે. આપણે ત્યાં પડતર દિવસને ધોકો કહેવામાં આવે છે.


  • Follow us on: