• ગણેશજીના સ્થાન પર ચંદન લગાવવાનું શુભ માનવામાં આવે છે
  • કાર્તિકેય મહારાજ પર ચંદન લગાવવાથી થશે લાભ
  • અશોક સુંદરી પર ચંદન લગાવવાથી વ્યાપાર સંબંધી મુશ્કેલી ઘટશે

હાલમાં ભક્તો પવિત્ર શ્રાવણ મહિનામાં મહાદેવની ભક્તિ કરી રહ્યા છે ત્યારે શિવલિંગની પૂજામાં કેટલીક વાતનું ધ્યાન રાખવાનું જરૂરી બની જાય છે. આ સાથે જ શ્રાવણમાં શિવજીની આરાધના સૌથી મોટું પર્વ માનવામાં આવે છે. જ્યોતિષમાં શ્રાવમ મહિનામાં શિવલિંગ પર ચંદન લગાવવાનું શુભ માનવામાં આવે છે. પણ જો તમે પૂજાનું ખાસ ફળ મેળવવા ઈચ્છો છો તો તમે શિવલિંગના એ 7 સ્થાનોએ ચંદન લગાવો જેનાથી તમને વધારે ફાયદો થાય અને સાથે જ તમને રાહત મળે.

  • શિવલિંગ પર ચંદનનો લેપ લગાવવાનું સૌથી શુભ માનવામાં આવે છે. આ પછી ભોલેનાથની ઉપાસના કરો અને સાથે ધન ધાન્યના આર્શિવાદ પણ મેળવો.
  • શિવલિંગ જલાધારીના નજીક ગણેશજીનું સ્થાન હોય છે. ગણેશજીના સ્થાન પર ચંદન લગાવવાનું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી બને છે.
  • શિવલિંગમાં જલાધારીની પાસે જ કાર્તિકેય મહારાજનું પણ સ્થાન હોય છે. આ જગ્યાએ ચંદન લગાવવાનું શુભ માનવામાં આવે છે.
  • જ્યારે તમે ભોલેનાથને જળ ચઢાવો છો તો જ્યાંથી જળ નીચેની તરફ જાય છે તેને અશોક સુંદરી કહેવાય છે. આ જગ્યાએ ચંદનને અર્પિત કરવાથી વ્યાપાર સંબંધી સમસ્યાઓ ઘટે છે.
  • શિવલિંગ પર જ્યાંથી જળ વહે છે તે સ્થાને પણ ચંદનને અર્પણ કરો. આમ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે.
  • શિવલિંગની પાછળના ભાગમાં પણ ચંદનનું તિલક કરો. પરિવાર સંબંધિત તમામ સમસ્યાઓ તરત જ ઘટવા લાગશે.
  • આખરી સ્થાન છે નંદી. નંદીને પણ ચંદનનું તિલક કરો. આમ કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. 

  • Follow us on: