હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે આ પર્વને પિતૃઓના આત્માની તૃપ્તિ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. સ્વયં યમરાજે આત્માને શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી પર પોતાના વંશજોને ત્યાં જવાની છૂટ આપી છે જેથી પિતૃ લોકથી તૃપ્ત થવાની આશા સાથે પોતાને નિવાસે શ્રાદ્ધ પક્ષમાં આવે છે તેથી જ પુરાણોમાં શ્રાદ્ધ કર્મને સૌથી મોટું પુણ્ય કાર્ય કહ્યું છે જે મનુષ્ય પોતાના પિતૃઓ તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે તેના પાપો નાશ પામે છે તેનું પુણ્ય જાગે છે તેને પિતૃ દેવોના આશિર્વાદ મળે છે, પૂર્વજો રાજી થતા દેવી દેવતા પણ રાજી થઈ જાય છે જેનાથી સુખ શાંતિ સંતતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે
પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) 17 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ રહ્યો છે
પ્રાચીન સમયથી ભારતમાં પિતૃ પક્ષના આ 16 દિવસોમાં સદગત પિતૃની તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે પિતૃ પક્ષમાં વંશજો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ જેવી શ્રાદ્ધ વિધિ કરવા માં આવે છે. શ્રાદ્ધ દરમિયાન આનંદથી શ્રાદ્ધનું ભોજન બનાવી પિતૃઓને થાળ અર્પણ કરવામાં આવે છે કાગડા, ગાય,શ્વાનને ભોજન અપાય છે તેમજ બ્રાહ્મણ અને ગરીબોને પણ ભોજન કે દાન આપી કુટુંબના સભ્યો આનંદથી પ્રસાદ અપાય છે. જેનાથી પિતૃ દેવો તૃપ્ત થાય છે
હિંદુ પંચાંગ અનુસાર શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ ભાદરવા સુદ પુનમથી શરૂ થઇને ભાદરવા વદ અમાસે પૂરો થાય
બીજી તરફ જો કોઈને કુંડળીમાં પિતૃ દોષ હોય કે કોઈ અન્ય કારણે પિતૃદોષ ઊભો થયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષનો આ સમય શ્રેષ્ઠ છે. હિંદુ પંચાંગ અનુસાર શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ ભાદરવા સુદ પુનમથી શરૂ થઇને ભાદરવા વદ અમાસે પૂરો થાય છે.
પૂર્વજો માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે.
આ વખતે પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) 17 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ રહ્યો છે. શ્રાદ્ધ 16 દિવસ પછી 2 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસના દિવસે પૂર્ણ થાય છે. આને સર્વ પિતૃ અમાસ કહે છે. જે પૂર્વજોની મૃત્યુ તારીખ આપણે જાણતા નથી છે, તે પૂર્વજો માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે.
શ્રાદ્ધ કોણ કોનું કરી શકે તે પણ જાણવું જરૂરી છે
ધર્મ પ્રમાણે પિતા માટે શ્રાદ્ધ પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ પરંતુ પુત્ર ન હોય તો પુત્રી ,પત્ની, ભાઈ કે ભાઈના સંતાનો પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે તેમ જ તેમની શ્રાદ્ધ કરવાની પણ ફરજ હોય છે ગરૂડ પુરાણ પ્રમાણે જેને પુત્ર ન હોય તો પુત્રીઓ કરી શકે અને તે પણ ના હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
જો તેમાંથી કોઇ ન હોય તો કુળ ના અથવા બ્રાહ્મણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે
માર્કણ્ડેય પુરાણ અનુસાર જો કોઇ વ્યક્તિ ને સંતાનમાં પુત્રન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય છે
માતા-પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે. દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ માં પિતૃ દેવો ને તૃપ્ત કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સદગત પિતૃ દેવો ના આશીર્વાદ થી સંતતિ સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે