• ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય
  • અશુભ પ્રભાવો ઓછા થાય છે, સાથે જ તમારું ભાગ્ય પણ તમારો સાથ આપવા લાગે
  • સરળતાથી ઉગાડવામાં આવતો અંકડાનો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોને અનુકૂળ બનાવવા માટે છોડની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. તેમના મતે વૃક્ષો વાવી તેની પૂજા કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવો ઓછા થાય છે, સાથે જ તમારું ભાગ્ય પણ તમારો સાથ આપવા લાગે છે.

આંકડો (સૂર્ય)

સરળતાથી ઉગાડવામાં આવતો અંકડાનો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. સામાન્ય રીતે આ છોડને વાતચીતની ભાષામાં આંક અથવા મંદાર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ છોડની પૂજા કરવાથી બૌદ્ધિક પ્રગતિ થાય છે અને યાદશક્તિનો વિકાસ થાય છે. તેની પૂજા કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ પણ અનુકૂળ રહે છે.

પલાશ (ચંદ્ર)

ચંદ્ર મનનો કારક કહેવાય છે. પલાશનો છોડ ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. તેની પૂજાથી માનસિક રોગો દૂર થાય છે અને ચંદ્રમાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેના પાનનું પૂજન કરવાથી પણ ચંદ્રની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, વ્યક્તિની માનસિક શાંતિ વધે છે.

ખેર (મંગળ)

કાથો અથવા ખેરનો છોડ મંગળ સાથે સંબંધિત છે. આ વૃક્ષની સારસંભાળ અને પૂજા કરવાથી વ્યક્તિના રક્ત વિકાર અને ચામડીના રોગો દૂર થાય છે અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કુંડળીમાં મંગળને અંકુશમાં રાખવા માટે ખેરની પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે.

પીપળો (ગુરુ)

પીપળાનું વૃક્ષ એ ભગવાન વિષ્ણુનું જીવંત અને સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ છે. પીપળાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. તેની પૂજાથી જ્ઞાન વધે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણ અનુસાર પીપળાના વૃક્ષને નમસ્કાર કરીને તેની પ્રદક્ષિણા કરવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે.

તુલસી (શુક્ર)

જો કુંડળીમાં શુક્ર અશુભ હોય તો ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેની સાથે જ પરિવારના તમામ સભ્યોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધ્યાન રાખો, જેમનો શુક્ર નબળો છે, તેમણે નિયમિતપણે સાંજે તુલસીની સામે દીવો કરવો જોઈએ.

શમી (શનિ)

શમીનો છોડ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. શમીની પૂજા કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન, બુદ્ધિ, કાર્યમાં પ્રગતિ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે, સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે

  • Follow us on: